Connect Gujarat
Featured

દમણ: સુપર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો, જુઓ આગના દ્રશ્યો

દમણ: સુપર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો, જુઓ આગના દ્રશ્યો
X

સંઘપ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી સુપર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારે વિકરાળ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી સુપર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળરૂપ ધારણ કરતા દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગના 15 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

વિકરાળ આગને લઇને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. વિકરાળ આગના પગલે આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

Next Story