Connect Gujarat
Featured

ભરૂચ: આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ, જુઓ ભરૂચ જીલ્લામાં દાંડી યાત્રાનું ક્યારે થશે આગમન

ભરૂચ: આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ, જુઓ ભરૂચ જીલ્લામાં દાંડી યાત્રાનું ક્યારે થશે આગમન
X

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેનો તારીખ 12 માર્ચ દાંડી યાત્રાના એતિહાસિક દિવસે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન તેમજ અધિકારીઓએ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આઝાદીની લડતમાં બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવ્યા હતા. પી.એમ.નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ છે ત્યારે આ યાત્રાનું તારીખ 20 માર્ચના રોજ જંબુસરના કારેલી ગામ ખાતેથી ભરૂચ જીલ્લામાં આગમન થશે અને આઠ દિવસ સુધી જિલ્લામાં દાંડી યાત્રાના રુટ પર ફરશે. આ દરમ્યાન વિવિધ ક્ષેત્રના આગેવાનો અને રાજકારણીઓ પણ યાત્રામાં જોડાશે.

Next Story