Connect Gujarat
ગુજરાત

લોકોનાં 'ગોલ્ડન અવર્સ'ને સાચવતા 108નાં કર્મયોગીઓનું થયું સન્માન

લોકોનાં ગોલ્ડન અવર્સને સાચવતા 108નાં કર્મયોગીઓનું થયું સન્માન
X

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે કુલ 8 જિલ્લાના 8 જેટલા કર્મચારીઓને સન્માનિત કરાયા

રાજ્ય સરકાર દ્વારા ચાલતી આરોગ્ય વિષયક ઈમરજન્સી સેવા 108 ના કર્મચારીઓની સેવાઓને બિરદાવવા માટે એમ કેર એવોર્ડ સમારોહ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સન્માન સમારોહમાં દક્ષિણ ઝોનના 8 જિલ્લાના 80 જેટલા કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="68853,68854,68855,68856,68857,68858,68859,68860,68861,68862"]

આ તબક્કે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ 108 ની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, 108એ સમાજમાં આરોગ્ય વિષયે ખૂબ જ મોટુ યોગદાન આપ્યું છે. આ સેવાને કારણે માતા મરણ અને બાળમરણનું પ્રમાણ ધટયું છે. પહેલાં ગામડાઓમાં મહિલાઓની પ્રસુતિ ધરે જ કરાવવામાં આવતી હતી. જેના કારણે સમયસર સારવારના અભાવે માતા મૃત્યુ અને બાળ મૃત્યુનું પ્રમાણ વધુ રહેતું હતું. ઈમરજન્સી સેવા 108 ની સુંદર કામગીરીને કારણે આરોગ્યની સેવાઓ ખૂબ ઝડપી બની છે. તેનો લાભ ગામે ગામ મળતો થયો છે. આજે વિશ્વના દેશોમાં પણ ગુજરાતની 108 ટીમની કામગીરી નોંધપાત્ર બની રહી છે. જે ખરેખર પ્રશંશનિય છે.

ગુજરાતમાં આ સેવાના પ્રારંભ થયાને 11 વર્ષ વીતિ ગયા. આ સમયગાળામાં કુલ 92 લાખ ઈમરજન્સી કવર કરવામાં આવી છે. 108 સેવાની સાથે સાથે ખિલખિલાટ, કરૂણા એનીમલ સેવા-1962, જેવો વ્યાપ વધારવામાં સફળતા મળી છે.

આ એવોર્ડ સમારોહમાં બેસ્ટ કામગીરી કરનારને પારસ એવોર્ડ, ઈમરજન્સી એમ્પલોઈઝના અભ્યાસમાં શ્રેષ્ઠ બાળકોને એકેડમીક એવોર્ડ, ઈમરજન્સી બેસ્ટ ફોટોગ્રાફી, બેસ્ટ મેડિકલ ઓફિસરો, સહિત પાઈલોટ અને સમગ્ર ટીમને મહાનુભાવો દ્વારા વિવિધ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ઈમરજન્સી મેનેજમેન્ટ- ર્ડા.હાર્દિક શાહ, પ્રોગ્રામ મેનેજમેન્ટ-અભિષેક ઠક્કર, ડાંગ-વલસાડ ઈમરજન્સી એક્ઝેક્યુટીવ મનોજ વિશ્વકર્મા સહિત દક્ષિણ ઝોનના કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન છોટુભાઈ ચૌધરીએ કર્યું હતું.

Next Story