Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવાના ડાંગી કલાકારોએ હોળી પૂર્વે રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો દ્વારા કલાનો રંગ ઉડાવ્યો

ડાંગ : આહવાના ડાંગી કલાકારોએ હોળી પૂર્વે રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો દ્વારા કલાનો રંગ ઉડાવ્યો
X

રંગઉપવન આહવા ખાતે ડાંગ દરબારમાં રંગારંગ

સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા. ડાંગી કલાકારો અને આદિવાસી જિલ્લાના કલાકારોએ

હોળી પૂર્વે રંગઉપવનમાં કલાઓનો રંગ ભર્યો..

ઐતિહાસિક ડાંગ દરબારને માણવા તેમજ તેના ઈતિહાસ ને જાણવા દેશ-વિદેશ અને રાજ્યભરના જિલ્લાઓમાંથી કલાપ્રેમી લોકો ઉમટી પડે છે. આ પ્રસંગે રાજવીઓની શોભાયાત્રા તેમજ સન્માન સમારોહ સાથે સાથે રાત્રે અનેકવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થાય છે. ડાંગ દરબારના મેળામાં સ્થાનિક ડાંગી નૃત્યો જે દેશ-વિદેશમાં ધૂમ મચાવે છે તે ખરેખર કાબેલીદાદ હોય છે. પ્રાચીન સંસ્કૃતિના પારંપારિક કલાકારોએ આ સંસ્કૃતિને જાળવી છે.

ડાંગનો સાંસ્કૃતિક કલાવારસો ખરેખર અણમોલ છે.

અહીંના કલાકારો વંશપરંપરાગત પોતાની કલાને જાળવી રાખી છે. નૃત્યોમાં અનેક પ્રકારના નૃત્યો વિશેષતાથી ભરપૂર છે. વાર તહેવારમાં દેવ પૂંજન,લગ્ન પ્રસંગ તથા માંગલિક પ્રસંગોએ આનંદ ઉલ્લાસપૂર્વક ડાંગી કલાકારો પોતાની કલા રજુ કરે છે. તે સાચે જ માણવી એક લ્હાવો છે. આ ડાંગી કલાકારોનો થનગનાટ દર્શકોના રૂવાંટા ઉભા કરી દે છે. કહાડયા નૃત્ય,ઠાકર્યા નૃત્ય,પાવરી નૃત્ય,માદળ,થાળી કથા,ભવાડા,તમાશા તેમજ લોકકંઠે ગવાતા ગવરાઇ ગીતો એ ડાંગની સંસ્કૃતિનો વારસો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં માલેગામના કલાકારો એ

કહાડયા નૃત્ય તેમજ કાલીકા યુવક મંડળ ચીંચલીના કલાકારોએ પાવરી નૃત્ય જેવી

ધમાકેદાર કૃતિ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે વેસ્ટ ઝોન કલ્ચર ગૃપ દ્વારા

છત્તીસગઢનું વિશિષ્ટ પ્રકારનું ધુમ્મર નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. સાથે સાથે

દાહોદનું ટીમલી નૃત્ય,છોટાઉદેપુરનું હોળી નૃત્ય,સ.મા.શાળાના બાળકોએ ડાંગના દરબારી વિગેરે નૃત્યો રજુ થયા હતા. કાર્યક્રમના

અંતે ડાંગના લોકોનો માનીતો તમાશાનો કાર્યક્રમ રજુ થયો હતો. આ તમાશો એટલે

એક પ્રકારનું સ્થાનિક ડાંગી બોલીઓના સંવાદ સાથેનું નાટક, કે જેમાં દર્શકોને હાસ્યરસ સાથે સંદેશ આપવાનું એક ઉત્તમ પ્રકારનું માધ્યમ કહી શકાય. આ તમાશાના કાર્યક્રમ થવાનો હોય તો એની જાહેરાત કરવી પડતી નથી પરંતુ સ્વંભુ લોકો ઉમટી પડે છે.કદાચ એટલે જ કહેવાયુ છે કે તમાશાને તેડુ ન હોય.તો ચાલો આવોને માણીએ ડાંગ દરબાર. રાત્રિના સાંસ્કૃતિ કાર્યક્રમો નિહાળવા કલેકટર એન.કે.ડામોર,ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારી ડી.આર.અસારી,નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર,નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.સંજય શાહ, ર્ડા.એ.જી.પટેલ, વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી સહિત અધિકારી/પદાધિકારીઓ અને મોટી

સંખ્યામાં ડાંગના દરબારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમો નું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા અને બીજુબાલા બહેને કર્યું હતું.

Next Story