Connect Gujarat
Featured

ડાંગ : લોકડાઉન સંદર્ભે આવશ્યક જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સરળતાથી મળી રહેશે

ડાંગ : લોકડાઉન સંદર્ભે આવશ્યક જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સરળતાથી મળી રહેશે
X

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID- 19 ની ગંભીરતાને ધ્યાને લઇ સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૩ ની મધરાતથી ૧૪ એપિ્રલ ૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં લોકડાઉનના કારણે લોકોને દુધ-ફળ અને શાકભાજી તેમજ કરિયાણુ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની ગાઇડ લાઇન મુજબ ચાલુ રહે અને લોકોને કોઇ અગવડ ન પડે તેવી વ્યવસ્થા જોવામાં આવી હતી. દુકાનદારો તેમજ ગ્રાહકો દ્વારા કોરોના વાઇરસ પ્રત્યે સાવધાની રાખવા માટે જરૂરી સૂચનાનું પાલન થઇ રહયું છે.

જિલ્લા કલેકટર

એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ

આજરોજ આહવા,વધઇ

અને સુબીર તાલુકાના

મામલતદારો, તાલુકા વિકાસ

અધિકારીઓએ વિવિધ ગામોની

મુલાકાત લીધી હતી.

લોકોની જીવન જરૂરિયાતની

વસ્તુઓ લોકોને સરળતાથી

મળી રહે અને

કોઇપણ પ્રકારની મુશ્કેલી

ઉભી ન થાય

તે જોવા માટે

કલેકટર ડામોરે અનુરોધ

કર્યો હતો. કલેકટર ડામોરે આહવાબજારમાં જાતે શાકભાજી ખરીદી દુકાનદારો કેવી સાવધાની રાખે છે

તે નિહાળ્યું હતું. વધુમાં ગ્રામ

પંચાયતો દ્વારા સ્વચ્છતાની

જાળવણી થાય અને

જિલ્લાના તમામ લોકો

બને ત્યાં સુધી

કામકાજ સિવાય બહાર

ન જાય અને

વધુ લોકો ભેગા

ન થાય તેવા

સરકારના નિયમોનું પાલન

ખૂબ જરૂરી છે.

જાહેરનામા અનુસાર ખોટી

અફવાઓ ન ફેલાય

તે માટે પણ

પોલીસ વિભાગ સતર્ક

બની ગયો છે.

જેથી સોશ્યલ મીડિયામાં

ખોટા મેસેજ ફોરવર્ડ

કરનાર સામે કાર્યવાહી

કરાશે.

વધઇ મામલતદાર

સી.એફ.વસાવા એ ડાંગના

પ્રવેશદ્વાર નાકાઓની તપાસણી

કાર્યવાહી નિહાળી ફરજ

ઉપર કર્મચારીઓને જરૂરી

સૂચનાઓ આપી હતી.

જ્યારે સુબીર તાલુકામાં

શિંગાણા નાકા ઉપર

મામલતદાર એમ.એસ.માહલા અને

તાલુકા વિકાસ અધિકારી

સંદિપભાઇ ગાયકવાડ દ્વારા

ચકાસણી કરવામાં આવી

હતી. તેમજ સુબીર

તાલુકામાં દુધ-ફળ-શાકભાજી,કરિયાણુ

લોકોને મળી રહે

તે વ્યવસ્થા જોવામાં

આવી હતી.

Next Story