Connect Gujarat
Featured

ડાંગ : મહાશિવરાત્રિના પાવન પર્વે શિવ મંદિરો “ૐ નમઃ શિવાય”ના નાદથી ગુંજી ઉઠ્યા

ડાંગ : મહાશિવરાત્રિના પાવન પર્વે શિવ મંદિરો “ૐ નમઃ શિવાય”ના નાદથી ગુંજી ઉઠ્યા
X

મહા શિવરાત્રીમાં ભરાતા મેળાઓમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા. દેવાધિદેવ દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો પવિત્ર પર્વ એટલે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વન પ્રદેશ ડાંગના પૌરાણીક શિવ મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિરોમાં ૐ નમઃ શિવાય અને મહામૃત્યુંજય જાપના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. સાથે સાથે ભરાયેલા મેળાનો પણ ભક્તોએ આનંદ માળ્યો હતો.

ડાંગ જીલ્લાના પૌરાણીક પૂણા નદીના તટમાં આવેલ કાકરદા ગામનું માયા દેવીનું મંદિર, ખાતર નજીકનું પુર્ણેશ્વર મહાદેવ મંદિર, શબરીધામ ખાતેનુ પંપા સરોવરનું મંદિર, અંજનકુંડ પાસે આવેલ અર્ધનારેશ્રવર મહાદેવ મંદિર, એવાજી બાબાના ધામ બરમયાવાડ ગામે આવેલ શીવ મંદિર, વાસુણા તેજસ્વી ધામનું શીવ મંદિર, આહવા ધોધલીના ધાટમાં આવેલ શીવ મંદિર, આહવા નગરનું શીવ મંદિર, વધઈ મકરધ્વજ ખાતે આવેલ શિવ મંદિર તેમજ વધઈ ખાતે આવેલા અંબા માતાજી મંદિરોમાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. ભોળેનાથના શિવ લિંગને જળ, દૂધ, બિલીપત્ર ચઢાવી પંચામૃતનો અભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારે હજારોની સંખ્યા ભાવિક ભક્તોએ પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.

Next Story