Connect Gujarat
Featured

ડાંગ : પ્રજાકલ્યાણની યોજનાઓના અસરકારક પ્રચાર-પ્રસાર માટે જિલ્લા કલેકટર દ્વારા ઉપયોગી માર્ગદર્શન અપાયું

ડાંગ : પ્રજાકલ્યાણની યોજનાઓના અસરકારક પ્રચાર-પ્રસાર માટે જિલ્લા કલેકટર દ્વારા ઉપયોગી માર્ગદર્શન અપાયું
X

રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી પ્રજાજનોને સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા સાથે ડાંગ કલેકટર એન. કે. ડામોરે જિલ્લાના જુદા જુદા અમલીકરણ અધિકારીઓને આવી યોજનાઓનો હોર્ડીન્ગ્સના માધ્યમથી યોગ્ય પ્રચાર-પ્રસાર કરવાની હિમાયત કરી હતી.

તાજેતરમા રાજ્ય સરકારે પ્રજાહિતને સ્પર્શતા અનેકવિધ નિર્ણયો સાથે વિવિધ યોજનાઓનું વ્યાપકપણે અમલીકરણ કરાવીને જરૂરિયાતમંદો સુધી તેના લાભો પહોંચાડવાની દિશામા કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે છેવાડાના લાભાર્થીઓ પણ આવી યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે જરૂરી છે. તેમ જણાવી કલેકટરએ હોર્ડીન્ગ્સના માધ્યમથી જિલ્લા/તાલુકા કક્ષાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી તેની જાણકારી પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતું.

આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ આઉટડોર પબ્લિસિટી બાબતે અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર દ્વારા સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને તેમના હસ્તકની યોજનાઓની જાણકારી આપી અપેક્ષિત પ્રચાર-પ્રસારની કામગીરીથી અવગત કરાવ્યા હતા. સમગ્ર બેઠકમાં અધિક કલેકટર-વ-પ્રાયોજના વહીવટદાર કે.જિ.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, નાયબ પોલીસ અધિકારી પટેલ સહિતના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Next Story