Connect Gujarat
ગુજરાત

ડાંગ : સ્ટ્રોબેરીની ખેતી માટે જાણીતું છે ગિરિમથક સાપુતારા, જાણો કયા રોગ માટે ઉપયોગી છે સ્ટ્રોબેરી

ડાંગ : સ્ટ્રોબેરીની ખેતી માટે જાણીતું છે ગિરિમથક સાપુતારા, જાણો કયા રોગ માટે ઉપયોગી છે સ્ટ્રોબેરી
X

ગિરિમથક સાપુતારાની ઓળખસમી સ્ટ્રોબેરીની ખેતીમાં મબલખ પાક ઉતરતા હવે સ્થાનિક કક્ષાએ સ્ટ્રોબેરી માંથી જેલી ચોકલેટ, ક્રશ, જામ, મિલ્કશેક જેવી બનાવટો ઉપલબ્ધ થતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે.

ગિરિમથક સાપુતારા કુદરતી સૌંદર્ય અને આહલાદક વાતાવરણ માટે જાણીતું છે. સાપુતારાના શીતળ વાતાવરણમાં સ્ટ્રોબેરીનો મબલખ પાક થાય છે. સાપુતારાના તળેટી વિસ્તારના દબાસ, ગલકુંડ, ચીખલી, બોરીગાવઠા સહિત સરહદીય વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. દેખાવે લાલ ચટાક અને ખાટી મીઠી સ્ટ્રોબેરી વધુ સમય ન રહેતા બગડી જવાની શક્યતા વધારે હોય છે. તેવામાં હવે સાપુતારાની ઓળખ બની રહેલ સ્ટ્રોબેરીની વિવિધ પ્રકારની બનાવટો સ્વાદરસિયા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવા સ્થાનિક વેપારીએ સાપુતારા ફૂડ નામક ગૃહ ઉદ્યોગ સ્થાપી સ્ટ્રોબેરીની જેલી ચોકલેટ, ક્રશ, મિલ્ક શેક સહિતની ચીજવસ્તુઓ બનાવી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરે છે.

સાપુતારા ફૂડસ ના સંચાલક અમોલભાઈ કરડીલે એ જણાવ્યું હતું કે સાપુતારા આવતા પ્રવાસીઓ હવે અહીંના રમણીય વાતાવરણની સાથે સાપુતારાના સ્થાનીક કક્ષાએ ઉપલબ્ધ થતી વાનગીઓ અને તેની બનાવટોની વસ્તુઓ યાદગીરી રૂપે લઈ જાય તેવો આશય છે. અહીં આરોગ્ય વર્ધક જાંબુના પાવડર,ક્રશ, અને જ્યુસ ડાયાબિટીસના દર્દીઓને ખૂબ ઉપયોગી સાબિત થયું છે. આ સાથે જ વિવિધ ફ્રુટ માંથી તૈયાર થતી જેલી ચોકલેટને નજરોનજર બનતી નિહાળી યાદગાર સંભારણું બનાવી રહ્યા છે.

Next Story