Connect Gujarat
ગુજરાત

ડાંગ : સુબીર ખાતે ધરેલુ હિંસા વિષય અંતર્ગત સેમીનાર યોજાયો

ડાંગ : સુબીર ખાતે ધરેલુ હિંસા વિષય અંતર્ગત સેમીનાર યોજાયો
X

આજના સમયે

ધણી મહિલાઓ ધરેલુ

હિંસાનો ભોગ બને

છે. આથી મહિલાઓને

આવી ધરેલુ હિંસાથી

રક્ષણ મળે તે

હેતુસર આ કાયદો

અમલમાં આવેલ છે.

જે કાયદાથી ધણાં

લોકો અજાણ રહે

છ. જે બાબતે

મહિલાઓ જાગૃત થાય

એ હેતુસર ઉપરોક્ત

કાર્યક્રમનું આયોજન કરાયું

હતું.

આ સેમીનારમાં

દહેજ પ્રતિબંધક અધિકારી, સમાજ સુરક્ષા

અધિકારી, મામલતદાર

સુબીર, સીડીપીઓ સુબીર

દ્વારા પ્રાસંગિક ઉદ્‍બોધન

તેમજ ઉપરોક્ત કાયદા

વિશે આંગણવાડી કાર્યકર્તા

બહેનોને વિસ્તૃત જાણકારી

આપવામાં આવી હતી.

ત્યારબાદ ડાંગ જિલ્લામાં

મહિલાલક્ષી ચાલતા વિવિધ

સેન્ટરો જેવા કે

મહિલા શક્તિકેન્દ્ર આહવા

દ્વારા ૧૦૦ ટકા

સરકારી અને બિન

સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર

કરવામાં આવે છે. ૧૮૧

અભયમની ટીમ દ્વારા

હિંસા, છેડતી, હેરાનગતી જેવી

મુસીબતોની સ્થિતિમાં ત્વરીત

સહાય અને સુરક્ષા

આપતી સરકારની યોજના

વિશે જાણકારી આપવામાં

આવી હતી. આ

ઉપરાંત પોલીસ સ્ટેશન

બેઇઝડ સપોર્ટ સેન્ટર

થકી મહિલાઓ માટે

પોલીસ સ્ટેશનમાં સહાયતા

કેન્દ્ર કાર્યરત કરવામાં

આવેલ છે. જ્યા઼

પીડીત મહિલાઓનો અને

તેના પરિવારજનોનું આવશ્યકતા

મુજબ કાઉન્સેલીંગ કરી

માર્ગદર્શન પુરૂ પાડવામાં

આવે છે. તેમજ

સખી વન સ્ટોપ

સેન્ટરમાં જરૂરિયાતમંદ મહિલાઓને

તમામ પ્રકારની સુવિધા

એક સ્થળેથી વિનામૂલ્યે

મળી રહે તેની

વિસ્તૃત સમજ આપી

હતી. આ ઉપરાંત

બેટી બચાવો, બેટી પઢાવો

અંતર્ગત શપથ લેવડાવવામાં

આવ્યા હતા.

આ સેમીનારમાં

સમાજ સુરક્ષા અધિકારીશ્રી

જે.એમ.ચૌધરી, દહેજ પ્રતિબંધક

અધિકારી એસ.ડી.સોરઠીયા, મામલતદાર સુબીર

એસ.એમ.માહલા, સીડીપીઓ

સુબીર ભાનુબેન પટેલ, ફિલ્ડ ઓફિસર

વિકેશ ચૌધરી, મહિલા શક્તિ

કેન્દ્ર, પોલીસ

સ્ટેશન બેઇઝડ સપોર્ટ

સેન્ટર, સખી

વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ

હેલ્પ લાઇનની ટીમ

સહિત સુબીર આંગણવાડી

કાર્યકર બહેનો મળી

કુલ ૧૩૮ જેટલા બહેનોએ

ઉપસ્થિત રહી કાર્યક્રમને

સફળ બનાવ્યો હતો.

Next Story