Connect Gujarat
Featured

લૉકડાઉનઃ DD પર ફરીથી પ્રસારિત થશે 'રામાયણ'નું પ્રસારણ, જાણો શોનો ટાઈમ

લૉકડાઉનઃ DD પર ફરીથી પ્રસારિત થશે રામાયણનું પ્રસારણ, જાણો શોનો ટાઈમ
X

કોરોના વાયરસના કારણે આખા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન લાગેલુ છે. આ પરિસ્થિતમાં લોકો પોતાના ઘરોમાં કેદ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મોટુ એલાન કરીને જણાવ્યુ કે એક વાર ફરીથી દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણનુ પ્રસારણ કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને લોકોને આ ખુશખબરી આપી છે. તેમણે જનતાને માંગ કરીને કાલે શનિવારે 28 માર્ચથી રામાયણનુ સીધુ પ્રસારણ પુનઃદૂરદર્શનની નેશનલ ચેનલ પર કરવામાં આવશે. પહેલો એપિસોડ સવારે 9.00 વાગે અને બીજો એપિસોડ રાતે 9.00 વાગે પ્રસારિત થશે.

https://twitter.com/PrakashJavdekar/status/1243381573635825664

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ એક યુઝરના સવાલ પર પ્રસારભારતીના સીઈઓ શશિ શેખરે પણ ટ્વિટર પર કહ્યુ હતુ કે દૂરદર્શન એક સમયની ખૂબ જ લોકોપ્રિય ટીવી શો ‘રામાયણ' અને ‘મહાભારત'નુ રિપીટ ટેલીકાસ્ટ કરવા જઈ રહ્યુ છે. જો કે તેમણે સમય વિશે કહ્યુ હતુ કે સમય હજુ નક્કી નથી.

ઉલ્લેખનીય છે કે રામાયણનુ પ્રસારણ જાન્યુઆરી 1987થી જુલાઈ 1988 સુધી થયુ હતુ. એ વખતે આ સીરિયલ સુપરહિટ રહી હતી. સીરિયલનુ પ્રસારણ રવિવારની સવારે થતુ હતુ. જ્યારે આ સીરિયલ પ્રસારિત થતી હતી ત્યારે બધા સીરિયલ જોવામાં એટલા વ્યસ્ત થઈ જતા હતા કે રસ્તા પર સન્નાટો પ્રસરી જતો હતો.

Next Story