Connect Gujarat
ગુજરાત

DDFC-ભરૂચ દ્વારા યોજાઈ ફુટબોલ ટુર્નામેન્ટ, 18 ટીમોએ ભાગ લીધો

DDFC-ભરૂચ દ્વારા યોજાઈ ફુટબોલ ટુર્નામેન્ટ, 18 ટીમોએ ભાગ લીધો
X

DDFC-ભરૂચ ડિસ્ટ્રીક્ટ ફુટબોલ એસોસીએશન દ્વારા પ્રથમ વખત ભાઈલાલ મેમોરિઅલ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર-17 અને અબોવ - 17ની મળીને કુલ 18 ટીમોએ ભાગ લીધો હતો. એઆઈડીએસ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી સ્પર્ધાની મેચ 22થી 24 એપ્રિલ દરમિયાન રમાયી હતી. બન્ને વિભાગનાં વિજેતાઓમાં અન્ડર-17માં આદિત્ય એફસી ટીમ જ્યારે અબોવ - 17માં કોસમડીની ટીમ વિજેતા જાહેર થઈ હતી. બન્ને વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલા સમારંભમાં એફઆઈએ પ્રમુખ પ્રબોધ પટેલ તથા ભાઈલાલ પરિવાર(દિપેન ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રી)ના દરેક સભ્યો અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. એફઆઈએની યાદીમાં જણાવ્યા મુજબ DDFC ક્લબ ઓલ ઈન્ડિયા ફુટબોલ એસોસિએશનમાં પણ રજીસ્ટર થયેલું છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="46583,46584,46585,46586"]

Next Story