વોરા સમની ગામે ઘરનાં કામ માટે ખોદકામ કરતાં પાણીની મોટરનાં વાયરમાંથી લાગ્યો કરંટ

વાગરા તાલુકાનાં વોરા સમની ગામે મકાનની કામગીરી ચાલી રહી હતી. તેવામાં કામ કરી રહેલા લોકો પૈકી બે ને વીજ કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકનું મોત નિપજ્યું હતું.

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં આવેલા વોરા સમની ગામે ઘરનાં કામ માટે ખોદકામ ચાલી રહ્યું હતું. તેવામાં કામ કરી રહેલા શ્રમિકો ખોદકામ કરતાં પાણીની મોટરનાં વાયરનાં સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન બે લોકોને વીજ કરંટ લાગતાં દોડધામ મચી હતી. બાદમાં બન્ને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બન્નેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરનાં તબીબોએ એકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY