Connect Gujarat

કચ્છ: વીજવાયરોમાથી આવી રહ્યું છે મોત, વાંચો ભુવડ ગામમાં કેવી રીતે મોતને ભેટ્યા રાષ્ટ્રીય પક્ષી મોર

કચ્છ: વીજવાયરોમાથી આવી રહ્યું છે મોત, વાંચો ભુવડ ગામમાં કેવી રીતે મોતને ભેટ્યા રાષ્ટ્રીય પક્ષી મોર
X

કચ્છમાં નખત્રાણા અને અબડાસામાં મોરના મોતનું તાંડવ હજુ શમ્યું નથી. ત્યાં અંજાર તાલુકાના ભુવડ ગામમાં પીજીવીસીએલની લાઈનમાં વીજશોકથી એક જ અઠવાડિયામાં ચાર મોરના મોત થયા છે. જેનું સીધું કારણ પ્રાથમિક તબક્કે પીજીવીસીએની બેદરકારી સામે આવી છે.

ગામના સરપંચ દ્વારા પીજીવીસીએલના સ્થાનિક કર્મચારીને જાણ કરાઈ હોવા છતાંય. તે ન આવ્યા કે ન તો ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું. જેના કારણે એક જ અઠવાડિયામાં ચાર રાષ્ટ્રીય પક્ષીઓનો મધુર અવાજ કાયમ માટે વગડામાં શમી ગયો હતો. આ અંગે વનતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી થવી જોઈએ,જવાબદારો સામે ગંભીર ગુન્હો દાખલ થવો જોઈએ. કારણ કે,આ અકસ્માત નથી,પણ જાણ હોવા છતાંય કામ ન કરતા અન્ય મોરનું મોત એ હત્યા સમકક્ષની બેદરકારી છે ભુવડ ગામની વીજલાઇનમાં વીજશોકથી મોર મરી રહ્યા હોવાનું પ્રાથમિક બાબતે પ્રકાશમાં આવ્યું છે. ત્યારે વનવિભાગે વીજતંત્રના સહયોગથી તાત્કાલિક ધોરણે વીજલાઈનો ઇન્સ્યુલેટેડ કરવી જોઈએ. વધુ ગંભીર હોય તો અંડરગ્રાઉન્ડ પણ કરી શકાય.કારણ કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ-1972 હેઠળ અનુસૂચિ-1નો જીવ અને રાષ્ટ્રીય પક્ષી મોરના આટલા મોતએ નાનકડી બાબત નથી અને સાંખી પણ ન લેવાય...

Next Story
Share it