Connect Gujarat
ગુજરાત

દેડિયાપાડાના ખાપી ગામે એક જ કુટુંબનાં 6 વ્યક્તિને ઝાડા ઉલ્ટી, એક બાળકનું મોત

દેડિયાપાડાના ખાપી ગામે એક જ કુટુંબનાં 6 વ્યક્તિને ઝાડા ઉલ્ટી, એક બાળકનું મોત
X

એક જ પરિવારનાં લોકોને અસર થતાં આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી, પાણીના સેમ્પલ લેવાયા

દેડિયાપાડા તાલુકાના ખાપી ગામે રહેતા એક જ પરિવારનાં છ લોકોને અચાનક ઝાડા ઉલ્ટી થઈ જતાં દોડધામ મચી હતી. જોકે ગામમાંથી રસ્તાની સુવિધા નહીં હોવાથી મુખ્ય રસ્તા સુધી આવતાં સુધીમાં એક બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને સારવાર માટે દેડિયાપાડા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તંત્રએ ગામમાં પહોંચી પાણીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે.

દેડિયાપાડા તાલુકાનું અંતરિયાળ ખાપી ગામ જે અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. ત્યારે ગામમાં જવાનો રસ્તો શુધ્ધાં નહીં હોવાથી આજે એક પરિવારે તેમનો વ્હાલસોયો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. ખાપી ગામે રહેતા ખાનસિંગ વસાવાના પરિવારને આજરોજ સવારે કોઈક કારણોસર છાડા ઉલ્ટી થતાં દોડધામ મચી હતી. પરિવારનાં 6 સભ્યોને અસર થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

ગામમાં આજદિન સુધી રસ્તો નહીં બનતા આ પરિવારને 108નો લાભ લેવા માટે 7 કિમી દૂર આવેલા કાબરી પઠાર ગામે જવાની ફરજ પડી હતી. અહીં સુધી તમામ લોકોને લઈ જવાતાં રસ્તામાં જ એક 12 વર્ષિય બાળક સુભાષનું મોત નિપુજ્યું હતું. જ્યારે વર્ષાબેન, પ્રિયંકાબેન, જશોદાબેન, હસમુખ અને બિજલી બહેનને સારવાર માટે દેડિયાપાડા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારનાં લોકોને ઝાડા ઉલ્ટીની અસર થતાં આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી હતી. આરોગ્યની ટીમે ગામ ઉપર પહોંચી હેન્ડપંમ્પમાંથી પાણીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે.

Next Story
Share it