Connect Gujarat
ગુજરાત

દેડિયાપાડાની ધામણ ખાડી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત, સાંસદે કરી સ્થળ મૂલાકાત

દેડિયાપાડાની ધામણ ખાડી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત, સાંસદે કરી સ્થળ મૂલાકાત
X

જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી જ સતત વિવાદોમાં રહ્યો છે, જૂનો બ્રિજ બંધ કરી દેવાયો

અંકલેશ્વરથી દેડિયાપાડા થઈને મહારાષ્ટ્રને જોડતા સ્ટેટ હાઈવે ઉપર દેડિયાપાડાની ધામણ ખાડી ઉપર બનેલો બ્રિજ હંમેશાં વિવાદોમાં રહ્યો છે. હાલ આ બ્રિજ અત્યંત જર્જરિત બની ગયો છે. જેની ફરિયાદ સાંસદ મનસુખ વસાવાને થતાં તેમણે આજરોજ જાત નિરિક્ષણ કર્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="61954,61955,61956,61957,61958,61959,61960"]

અંકલેશ્વર જીઆઈડીસીને મહારાષ્ટ્ર સાથે જોડતો સ્ટેટ હાઈવે દેડિયાપાડા ખાતેથી પસાર થાય છે. અહીં ધામણ ખાડી ઉપર જૂનો બ્રિજ તેની આવરદા વટાવી જતાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. જ્યારે તેની બાજુમાં જ બનાવેલો નવો બ્રિજ નબળી કામગીરીનાં કારણે પહેલેથી જ વિવાદોમાં રહ્યો છે. ત્યારે હાલમાં આ બ્રિજ અત્યંત જર્જરિત બની ગયો છે. બ્રિજ ઉપર મસ મોટા ગાબડા પડી જતાં કોઈ મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જે અંગેની ફરિયાદ સાંસદ મનસુખ વસાવા સુધી પહોંચતાં આજરોજ તેઓ સ્થળ મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે બ્રિજનું નિરિક્ષણ કરી તેમાં ઘટતું કરવાની ખાતરી આપી હતી.

પારસી ટેકરા પાસેનો પુલ પણ વર્ષોથી એજ સ્થિતિમાં

દેડિયાપાડાથી જિલ્લા મથકે જવા માટે પારસી ટેકરા નજીક ધામણખાડીને ઓળંગવી પડે છે. અહીં બનેલો વર્ષો જુનો પુલ યથા સ્થિતિમાં જ જોવા મળે છે. તેની કોઈ મરામત પણ નથી થતી કે નથી તેને રેલિંગ નખાતી. આ પુલ ઉપરથી મોટા વાહનો પસાર થઈ શકતા નથી. જેથી નિવાલ્દા થઈને ફેરો ફરી પારસી ટેકરા આવવું પડે છે. આ પુલના સ્થાને પણ નવો પુલ બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે.

Next Story