Connect Gujarat
ગુજરાત

નવી નવેલી દુલ્હન દીપિકા પાદુકોણને લઈને રણવિર સિંહ પહોંચ્યા મુંબઈ

નવી નવેલી દુલ્હન દીપિકા પાદુકોણને લઈને રણવિર સિંહ પહોંચ્યા મુંબઈ
X

લગ્ન કરીને પરત ફર્યાં મિસ્ટર એન્ડ મિસિસ સિંહ,દીપિકાનાં સેંથામાં હતું સિંદૂર અને ઓઢી હતી લાલ ચૂંદડી

નવી નવેલી દુલ્હન દીપિકા પાદુકોણને લઈને રણવિર સિંહ મુંબઈ આવી ગયો છે. બંને મુંબઈ એરપોર્ટ પર સવારે આઠ વાગે જોવા મળ્યાં હતાં. એરપોર્ટ પર બંને ક્રિમ રંગના મેચિંગ ડ્રેસમાં હતાં. બંનેએ ગોગલ પહેર્યાં હતાં તો દીપિકાએ નેકલેસ પહેર્યો હતો પરંતુ ગળામાં મંગળસૂત્ર જોવા મળ્યું નહોતું. માંગમાં સિંદૂર અને લાલ ચૂંદડી ઓઢી હતી.

એરપોર્ટ પર બંનેએ ચાહકો સાથે ફોટો ક્લિક કરાવ્યા હતાં. એરપોર્ટમાંથી બહાર નીકળતા જ મીડિયા તથા ચાહકો તેમને ઘેરી વળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને રાખ્યો હતો. લગ્ન બાદ રણવિર સિંહ પત્ની દીપિકાને લઈ વધુ પ્રોટેક્ટિવ જોવા મળ્યો હતો. દીપિકા-રણવિર મુંબઈ એરપોર્ટથી સીધા ઘરે ગયા હતાં. રણવિર તથા દીપિકાએ ઘરની બહાર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતાં.

Next Story