Connect Gujarat
દેશ

દિલ્લી: સાંપ્રદાયિક હિંસામાં અત્યાર સુધી 13ના મોત, સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા

દિલ્લી: સાંપ્રદાયિક હિંસામાં અત્યાર સુધી 13ના મોત, સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા
X

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં CAA વિરોધ ચાલી રેહલા પ્રદર્શનોમાં

હિંસા ભડકતા સ્થિતિ બેકાબૂ બની છે. સતત ત્રણ દિવસ ચાલી રહેલી હિસાના પગલે

જનજીવન ખોરવાયું છે,આ CAA વિરોધમાં થયેલી હિંસા દરમિયાન અત્યાર સુધી 13 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પોલીસને કાર્યવાહી કરતા

હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાના આદેશ પણ આપી

દેવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર હિંસાથી પ્રભાવિત

વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે પછી જાફરાબાદ વિસ્તારમાં

પ્રદર્શનકારીઓને હટાવી દેવામાં સળફતા મળી હતી. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં પ્રદર્શન

કરી રહેલા લોકોને રોડ પરથી ખદેડી મુક્યા છે જેમાં મહિલાઓ પણ સામેલ હતી.

બીજી તરફ હિંસક પ્રદર્શનોને જોતા માધ્યમિક શિક્ષણ બોર્ડે અહી થનારી બોર્ડની પરીક્ષાઓ પણ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. આ પહેલા દિલ્હી સરકારે ઉત્તર-પૂર્વ દિલ્હીની તમામ ખાનગી અને સરકારી શાળાઓ બુધવારે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્રણ દિવસથી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં પ્રસરેલી હિંસામાં અત્યાર સુધી દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત 13 લોકોની મોત થઇ ચૂક્યા છે. આ હિંસામાં વાહનો અને દુકાનોને આગચાંપી દેવાની અનેક ઘટના સામે આવી હતી. આ ઘટનાઓમાં 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Next Story