Connect Gujarat
Featured

દીલ્હી : સ્વતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, કોરોનાની જોવા મળશે અસર

દીલ્હી : સ્વતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, કોરોનાની જોવા મળશે અસર
X

આવતી કાલે શનિવારના રોજ સ્વતંત્ર દિવસની ઉજવણી માટે રાજધાની દિલ્હીમાં તૈયારીઓ ચાલી રહી છે. કોરોના વાયરસના કહેરના કારણે પ્રથમ વખત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે, ગઈકાલના રોજ જવાનોએ લાલ કિલ્લા પર ફુલ ડ્રેસમાં રિહર્સલ કર્યું હતું.

આ કાર્યક્રમમાં મહેમાનોની સંખ્યામાં ધટાડો કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે લોકોને દૂર-દૂર બેસાડવા માટેનું આયોજન કરાયું છે. લોકોની બેઠક વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસ પર પ્રથમ વખત આવી વ્યવસ્થાઓ થાય રહી છે પહેલા આ ગ્રાઉંડ પર 300 થી 500 લોકો બેસતાતા પરંતુ આજ વખતે માત્ર 150 મહેમાનો જ બેસાડવામાં અવશે. અને ઘણા ખરા મહેમાનો વીઆઈપીઓ ફોર ગ્રાઉન્ડમાં ખુરશીઓ પર બેસશે.

ત્રણે સેનાઓના જવાનોને વડાપ્રધાન પીએમ મોદી ગાર્ડ ઓફ ઓનર આપશે. તેમાં લગભગ 22 જવાન અને અધિકારીઓ હશે. રાષ્ટ્રીય સેલ્યૂટમાં જવાનોની સંખ્યા 32 રાખવામાં આવશે. આ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા જવાનો 4 હરોળમાં ઊભા રહેશે આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે.

Next Story