Connect Gujarat
દેશ

દિલ્હી: ABVPની રાષ્ટ્રીય મહાસચિવ નિધિ ત્રિપાઠીએ કહ્યું, JNUના કેમ્પસમાં થયેલ હુમલો નક્સલી હુમલો હતો

દિલ્હી: ABVPની રાષ્ટ્રીય મહાસચિવ નિધિ ત્રિપાઠીએ કહ્યું, JNUના કેમ્પસમાં થયેલ હુમલો નક્સલી હુમલો હતો
X

દિલ્હી પોલીસે સોમવારે JNU સ્ટુ઼ડન્ટ યુનિયનની અધ્યક્ષ

આઇશી ઘોષ, પંકજ અને વાસ્કર વિજય

સાથે JNU કેમ્પસમાં થયેલી હિંસા મામલે પૂછપરછ કરી હતી. બીજી તરફ ABVPની રાષ્ટ્રીય મહાસચિવ

નિધિ ત્રિપાઠીએ કહ્યું આ તદ્દન ખોટું

છે કે JNUમાં વિદ્યાર્થીઓનું

પ્રદર્શન માત્ર ફી વધારાને લઇને કરવામાં આવેલું હકીકતમાં આ JNU પર નક્સલી હુમલો હતો.

નિધિ ત્રિપાઠીએ વધુમાં કહ્યું JNU હિંસાને લઇને બધી જગ્યાએ ચર્ચા થઇ રહી છે પરંતુ માત્ર 5 જાન્યુઆરીના રોજ થયેલી ઘટનામાં ભડકેલ હિંસક ઘટનાક્રમ સુધી જ તેને સીમિત કરી દેવામાં આવ્યું છે. આ મામલાને સમગ્ર રીતે જોવા માટે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે આખરે 28 ઓક્ટોબર 2019થી લઇને 5 જાન્યુઆરી 2020 સુધી કેમ્પસમાં શું શું બન્યું હતું.

સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 9 પર કેસ દાખલ

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુશાર JNUમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલામાં નવ લોકોને આજથી તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે.પોલીસે સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 9 પર કેસ દાખલ કર્યો હતો. હિંસામાં સામેલ બે બુકાનીધારી લોકો સાથે દેખાયેલી મહિલાની ઓળખાણ દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની તરીકે કરવામાં આવી છે. હિંસાની તપાસ કરી રહેલી SIT સોમવારે આ વિદ્યાર્થીનીને નોટિસ મોકલશે અને તેને તપાસમાં સામેલ થવા અંગે તેમજ બે બુકાનીધારીઓની ઓળખ કરવા માટે કહેશે.

Next Story