Connect Gujarat
દેશ

દિલ્હી વિધાનસભા મતગણતરી : શરૂઆતના પરિણામોમાં આમ આદમી પાર્ટીની જીત

દિલ્હી વિધાનસભા મતગણતરી : શરૂઆતના પરિણામોમાં આમ આદમી પાર્ટીની જીત
X

દિલ્હીના દિલમાં કોણ રાજ કરે છે તેનો નિર્ણય આજે વિધાનસભા

ચૂંટણીના પરિણામ બાદ સ્પષ્ટ થઈ જશે. સવારના 8 કલાકથી દિલ્હી વિધાનસભા ચૂંટણીની

મતગણતરી હાથ ધરવામાં આવી છે. 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીના યોજાયેલા મતદાન બાદ

આજે મતપેટીઓ ખુલી છે. પ્રારંભિક ટ્રેન્ડ્સ મુજબ અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની

આમ આદમી પાર્ટી 40થી વધુ બેઠકો પર આગળ લીડ કરી રહી છે અને

સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર રચે તેવી અપેક્ષા છે. જ્યારે બીજા ક્રમે ભાજપ 15થી વધુ બેઠકો આગળ ચાલી રહી

છે. આ બન્ને મુખ્ય પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર

થવાનું માનવામાં આવતું હતું. જો કે આમ આદમી પાર્ટીએ અગાઉની ટર્મમાં કરેલા કામો અને

2020ની

વિધાનસભા ચૂંટણીમાં વધુ સારા કામો કરવાનો વિશ્વાસ લોકોને આપતા લોકોએ ખોબલે ખોબલે

મત આપ્યા હતા. 8 ફેબ્રુઆરીના

70 બેઠકો પર 62.59 ટકા મતદાન થયું હતું.

અગાઉ એક્ઝિટ પોલમાં પણ આમ આદમી

પાર્ટીને સ્પષ્ટ બહુમતિના સંકેતો આપવામાં આવ્યા હતા. જો કે ભાજપના નેતાઓએ એક્ઝિટ

પોલ ખોટા ઠરી શકે છે તેવા દાવા કર્યા હતા. સવારના મતપેટીઓ ખુલતા જ આપ સ્પષ્ટ

બહુમતિ સાથે લીડ કરી રહી છે.

દિલ્હી ચૂંટણી પરિણામ અગાઉ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે જણાવ્યું હતું કે, ‘મતગણતરી અગાઉ પુરતી સુરક્ષા

વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચે નિર્ધારિત કરેલી પ્રક્રિયા અંતર્ગત મતગણતરી

હાથ ધરાઈ રહી છે. વિવિધ કેન્દ્રો ઉપર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે જેથી કોઈ

અનિચ્છિનિય બનાવ ના બની શકે.’ સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી

કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરાઈ રહી છે. મતગણતરી 21 કેન્દ્રો પર થઈ રહી છે. 70 વિધાનસભા ક્ષેત્રમાં આવેલા આ

કેન્દ્રો પર વિશાળ કાઉન્ટિંગ હોલમાં ગણતરી કરવાલમાં આવી રહી છે.

Next Story