Connect Gujarat

દિલ્લી: ભાજપના ‘સપનાઓ પર ઝાડુ ફરી વળ્યું’, કોંગ્રેસે કાઢી લાજ, કેજરીવાલ બન્યા “સરતાજ”

દિલ્લી: ભાજપના ‘સપનાઓ પર ઝાડુ ફરી વળ્યું’, કોંગ્રેસે કાઢી લાજ, કેજરીવાલ બન્યા “સરતાજ”
X

દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જય રહી છે. અરવિંદ કેજરીવાલની ઐતિહાસિક જીતનો જશ્ન દિલ્લીની સડકો પર પાર્ટી કાર્યાલય પર જોવા મળ્યો... સતત ત્રીજી વાર દિલ્લીના મુખ્યમંત્રી બનશે કેજરીવાલ.. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ચૂંટણી અભિયાનમાં આપ પોતાની પ્રતિષ્ઠા બચાવવામાં સફળ રહી. કેજરીવાલની એવી સુનામિ આવી કે... ભાજપના સપના પણ રોળાઇ ગયા અને કોંગ્રેસની લાજ પણ ન બચી શકી... હિંદુસ્તાન, પાકિસ્તાન અને શાહીન બાગના મુદ્દા સામે કેજરીવાલની શિક્ષા, સ્વાસ્થ્ય, વીજળી, પાણીના મુદ્દાઓની કામની રાજનીતિએ દિલ્લીના મતદારોના દિલ જીતી લીધા. જવાબમાં મતદારોએ દિલ્લીનો તાજ અરવિંદ કેજરીવાલના માથે મઢ્યો

દિલ્લી વિધાનસભાની

દિલચસ્પ બનેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. સતત ત્રીજી વખત દિલ્લીમાં આમ

આદમી પાર્ટીની સરકાર બની રહી છે. દિલ્લીની જનતાએ પોતાનો જનાદેશ અરવિંદ કેજરીવાલના

પક્ષમાં આપ્યો છે. આમ આદમી પાર્ટીએ જનતાના જનાદેશને અને પોતાની જીતને વધાવી હતી.

આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક અને સળંગ બીજી વાર 60 આંકડાને પાર કરતાં 63 બેઠકો ઉપર

ભવ્ય જીત મેળવી છે. જીત સાથે જ અરવિંદ કેજરીવાલ પાર્ટી મુખ્યાલય પહોંચ્યા હતા

જ્યાં જનતાને સંબોધતા જનતા આભાર વ્યક્ત કર્યો હતો. ભારી સંખ્યામાં અહીં

કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલના અભિવાદન માટે પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે જીત

માટે જનતાને આઇ લવ્યૂ કહ્યું હતું. સાથે જ જનતાના આશીર્વાદ સાથે મંગળવારના દિવસે

હનુમાનજીનો આશીર્વાદ મળ્યો હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું કે

આ દેશ અને દિલ્હીવાસીઓનો વિજય છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે તે જ પક્ષ જીતશે

જે જનતા માટે કામ કરશે. આ રાજનીતિનો બદલાવ છે.

8 તારીખે યોજાયેલા

મતદાનમાં લગભગ 62 ટકા મતદાન નોંધાયું હતું. 11 ફેબ્રુઆરીના રોજ થનારી મતગણતરી માટે

આજે સવારથી જ ઇવીએમની પેટીઓ ખૂલી હતી. પેટીઓ ખૂલતાની સાથે જ આમ આદમી પાર્ટીના

ખાતામાં બેઠકો સડસડાટ જતી જણાઈ રહી હતી. 12 વાગ્યાની આસપાસ દિલ્લીના મતદારોની મંશા

સાફ થઈ ગઈ હતી. કેજરીવાલને ફરી એક વખત સ્વીકારી દિલ્લીનું સિંહાસન સોંપ્યું હતું.

આ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ સવારથી જ પાર્ટીના મુખ્યાલય પર પહોંચી ગયા હતા. એક

અલગ પ્રકારના ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ જશ્ન મનાવતા નજરે પડ્યા હતા. લગે રહો

કેજરીવાલ એન્થેમ સૌ કોઈના હોઠ પર સંભળાતું હતું અને ડાન્સ કરી રહેલા

કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. AAPની ઐતિહાસિક

જીતને સૌ કાર્યકરતાઓએ વધાવી હતી. અને સ્પષ્ટ બહુમત આપી કેજરીવાલના માથે દિલ્લીનો

તાજ પહેરાવ્યો હતો.

જેમ જેમ પરિણામો આવતા ગયા ભાજપના હોશ તેમ તેમ ઉડતા ગયા. એક તરફ એક્ઝિટ પોલને નકારી ભાજપના નેતાઓના 45થી વધી બેઠકો પર જીત મેળવવાના અને સરકાર બનાવવાના દાવાઓ અને સપનાઓ પર આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળ્યું હતું. ઇલેક્શન કેમ્પઇનમાં ભાજપે પોતાની પૂરે પૂરી તાકાત અપનાવી દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, સાંસદોને ઉતારી દીધા હતા. સમગ્ર દિલ્લીમાં સભાઓ, રેલીઓનો ધમધમાટ કર્યો પરંતુ જનતાએ પોતાનું મન જાણે પહેલા જ બનાવી લીધું હોય તેમ પરિણામો એકદમ વિપરીત સામે આવ્યા. કેમ્પઇનમાં સૌથી ચર્ચિત મુદ્દો રહ્યો તો તે શાહીન બાગ, CAA-NRC મુદ્દે ચાલી રહેલા આંદોલનને ચૂંટણી માટે મુદ્દો બનાવવામાં આવ્યો... અમિત શાહે પોતાની રેલીના સંબોધનમાં કહ્યું હતું... દિલ્લી વાસીઓ ઇવીએમનું બટન એટલા જોરથી દબાવજો કે કરંટ શાહીન બાગમાં લાગે.

મુદ્દો હિંદુસ્તાન પાકિસ્તાનનો પણ રહ્યો. ભાજપના નેતા અને ઉમેદવાર કપિલ મિશ્રાએ ચૂંટણીને ઈન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન ગણાવી.

એટલું જ નહીં ભાજપના

સાંસદ પ્રવેશ વર્માએ પણ નફરત ફેલાવતા બાયનો આપ્યા હતા. તેમણે શાહીન બાગના ધરણાંને

લઈને આપત્તિજનક બયાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું આવા લોકો તમારા ઘરમાં ઘૂસી

તમારી બહેન બેટીઓ સાથે રેપ કરશે.. તેમના આ નિવેદનને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી પણ

કરી હતી...

નફરત ભર્યા નિવેદનો આપવાથી કેન્દ્રિય મંત્રી પણ ખચકાયા ન હતા. ભાજપના અનુરાગે ઠાકોરે એક સભાને સંબોધતા ભડકાઉ નારા લગાવ્યા હતા. તેમણે ખુલ્લે આમ ગોળીબાર કરવાની વાત કરી હતી...

આ લિસ્ટમાં ભાજપના

અનેલ નેતાઓ આવ્યા.. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ મેદાનમાં આવ્યા હતા અને

મતદારોને પોતાની તરફેણમાં કરવા બિરિયાનીને મુદ્દો બનાવ્યો હતો. તેમણે કહ્યું

હતું... કોંગ્રેસે કાશ્મીરમાં આતંકીઓને બિરિયાની ખવડાવી હતી..અને કેજરીવાલને શાહીન

બાગમાં બિરિયાની ખવડાવવાથી ફુરસત નથી.

પરંતુ જનતાએ ભાજપના

દરેક નેતાના નફરત ભર્યા નિવેદનોને નકાર્યા અને અરવિંદ કેજરીવાલની શિક્ષા, વીજળી, પાણી અને મુસાફરી જેવા મુદ્દાઓને

પ્રાધાન્ય આપી આમ આદમી પાર્ટીને મત આપી રાજ્યની સત્તા સોંપી..

કોંગ્રેસની વાત

કરવામાં આવે તો... દિલ્લી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. શીલા દિક્ષિતે 15 વર્ષ દિલ્લી

પાર રાજ કર્યું હતું. એજ દિલ્લીમાં કોંગ્રેસ લુપ્ત થતી પાર્ટી જણાઈ રહી છે. રાહુલ

ગાંધી, પ્રિયંકા ગાંધીની સભાઓ પણ 67 જેટલા કોંગ્રેસ

ઉમેદવારોની જમાનત બચાવી નથી શકી. તો જીતનો તો સવાલ જ નથી ઊઠતો.. કોંગ્રેસને દિલ્લી

નકારી કાઢી છે. કોંગ્રેસનું 2015માં નિરાશાજન પ્રદર્શન 2020માં પણ યથાવત રહ્યું

હતું. કોંગ્રેસની હાલત પોતાના ગઢમાં જ દયનીય થઈ ગઈ છે. અહીં તે એક પણ સીટ જીતવામાં

સફળ નથી થઈ શકી. કેજરીવાલના સફાઈ અભિયાનમાં કોંગ્રેસનું તણખલું પણ બચ્યું નથી.

કોંગ્રેસની તો જાણે આબરૂ જ લૂંટાઇ ગઈ છે. કેજરીવાલની લહેરમાં ભાજપ અને કોંગ્રેસ

બંનેને પછડાટ મળી છે.

ભાજપના દિલ્લી

પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પોતાની હાર સ્વીકારવા જ્યારે મીડિયા સમક્ષ આવ્યા

ત્યારે ભાવુક થઈ ગયા હતા.. બસ આંખોમાં થી અશ્રુ વહે એ પહેલા તેઓએ પરિષદને પૂર્ણ

કરી દીધી હતી. તેમણે કેજરીવાલ અને આપને જીતના ધન્યવાદ અને ભાજપના કાર્યકરોનું

મનોબળ વધે એ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story
Share it