Connect Gujarat
Featured

દિલ્હી : ઇઝરાયલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ કેસની તપાસ NIAને સોંપી

દિલ્હી : ઇઝરાયલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ કેસની તપાસ NIAને સોંપી
X

નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલ બ્લાસ્ટ કેસની તપાસ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને સોંપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું, "ઇઝરાયલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે."

દિલ્હીમાં 29 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે ઇઝરાઇલી દૂતાવાસ નજીક હળવા તીવ્રતાનો આઈઈડી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કેટલીક કારોને નુકસાન પહોંચ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇઝરાઇલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ કેસ અંગે પોતાના ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી. તેમણે આ આતંકી ઘટનાની કડક નિંદા કરી હતી. વડા પ્રધાને કહ્યું કે ભારત ગુનેગારોને પકડવા માટે તમામ પ્રયાસો કરે છે.

વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ કહ્યું કે, "બંને નેતાઓએ વિસ્ફોટના કેસની તપાસ કરી રહેલી ભારતીય અને ઇઝરાઇલી સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સમન્વય પર સંતોષ વ્યક્ત કર્યો હતો." ઇઝરાઇલના વિદેશ મંત્રાલયે કહ્યું કે દિલ્હીમાં તેના તમામ રાજદ્વારીઓ અને દૂતાવાસના કર્મચારીઓ સુરક્ષિત છે.

Next Story