Connect Gujarat

દિલ્હી: અમિત શાહની રેલીમાં CAAના પ્રદર્શનકારીઓ પહોંચ્યા, ભારે હંગામો સર્જાયો

દિલ્હી: અમિત શાહની રેલીમાં CAAના પ્રદર્શનકારીઓ પહોંચ્યા, ભારે હંગામો સર્જાયો
X

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને નેતાઓની બયાનબાજી અને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. રવિવારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એક ચૂંટણી સભા સંબોધવા બાબરપુર પહોંચ્યા હતા. જ્યાં સભામાં એક વ્યક્તિ દ્વારા CAAનો વિરોધ કરાતાં ભારે હંગામો થયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં એક રોડ શો યોજ્યો હતો અને ઘણી જગ્યાએ રેલીનું સંબોધન કર્યું હતું. બાબરપુરમાં અમિત શાહના ભાષણ દરમિયાન ભારે હંગામો મચ્યો હતો. સંબોધન દરમિયાન જ્યારે એક વ્યક્તિ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા આવ્યો ત્યારે રેલીમાં હાજર લોકોએ તેને ખરાબ રીતે માર માર્યો હતો. પ્રજાની વચ્ચે હાજર પ્રદર્શનકારી નાગરિકતા કાનૂનને પાછો ખેંચવાની માંગ કરી રહ્યો હતો. દરમિયાન ત્યાં હાજર લોકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ખુલ્લા હાથ અને લોખંડની ખુરશી ફેંકી માર મરાતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ અમિત શાહે સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓને પ્રદર્શનકારીઓને બચાવવા સૂચના પણ આપી હતી.

Next Story
Share it