Connect Gujarat
દેશ

દિલ્હીના CM કેજરીવાલે કહ્યું - દિલ્હીમાં ચાર દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપી ટ્રાયલ કરાઈ, કોરોનાની સારવારમાં મદદરૂપ

દિલ્હીના CM કેજરીવાલે કહ્યું - દિલ્હીમાં ચાર દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપી ટ્રાયલ કરાઈ, કોરોનાની સારવારમાં મદદરૂપ
X

અરવિંદ

કેજરીવાલે કહ્યું કે,

"કેન્દ્ર

સરકારની મંજૂરી પછી, અમે પ્લાઝ્મા થેરાપીની

ટ્રાયલ કરી, અમે 4 દર્દીઓ

પર પ્રયત્ન કર્યો, તેના પરિણામો ખૂબ સારા આવ્યા

છે". પરંતુ પ્લાઝ્માની અજમાયશ જોઇ, તેના પરિણામો અત્યાર સુધી પ્રોત્સાહક છે.

અરવિંદ કેજરીવાલ સાથે હાજર ડોક્ટરોએ કહ્યું કે પરિણામો સુધરી રહ્યા છે. અમને વધુને વધુ પ્લાઝ્માની જરૂર છે. તેથી લોકો જે પણ સ્વસ્થ થઈ રહ્યાં છે, આગળ આવીને પ્લાઝ્માનું દાન કરો. હજી પણ ઘણા દર્દીઓ છે જેને પ્લાઝ્માની જરૂર છે. આ એક તકનીક છે જેમાં કોરોનાથી સ્વસ્થ થયેલ દર્દીનું લોહી કોરોના સંક્રમિતમાં ચઢાવવામાં આવે છે અને આના જરીએ કોરોના વાયરસની સારવાર કરવામાં આવે છે.

એક

કોરોના દર્દી છે જેણે કોરોનાને માત આપી છે.

તે સ્વસ્થ એટ્લે થઈ શક્યો કારણ કે તેના શરીરની

રોગપ્રતિકારક શક્તિએ કોરોનાને હરાવી. તેને ખત્મ કરી દીધો. હવે કોરોનામાંથી સાજા થયેલા દર્દીનું લોહી એકત્ર કરવામાં

આવે છે. તેના લોહીમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે અને આ

પ્લાઝ્મા નવા કોરોના દર્દીમાં ચઢાવવામાં આવે છે. આ કરીને

કોરોના ચેપગ્રસ્ત દર્દીમાં એન્ટિબોડીઝ પેદા કરે છે. તેના શરીરમાં કોરોના સામે લડવા

માટે તીવ્ર પ્રતિકાર શક્તિ વધે છે. એવી અપેક્ષા છે કે કોરોના સામે તૈયાર કરવામાં આવેલી આ રોગપ્રતિકારક

શક્તિથી કોરોના વાયરસને દૂર કરી શકાય છે. બ્લડ પ્લાઝ્મા થેરેપીમાં તંદુરસ્ત થયેલ દર્દીના શરીરમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે.

બ્લડ

પ્લાઝ્મા શરીરમાં મૌજૂદ પીળા રંગનો

પ્રવાહી હોય છે. તે 55 ટકા લોહીમાં હાજર હોય છે. જ્યારે શરીરના લગભગ 41 ટકા ભાગમાં લાલ રક્તકણો અને 4 ટકા શ્વેત રક્તકણો હોય છે.

લોહીમાં મૌજૂદ પ્લાઝમાના કારણે જ પૂરા શરીરમાં લોહીનું સંચાર થાય છે. બ્લડ

પ્લાઝ્મામાં 91% પાણી હોય છે જ્યારે શરીરના 9% ભાગમાં વિટામિન, ખનિજ અને પ્રોટીન જેવા શરીર

માટે જરૂરી પોષક તત્વો હોય છે.

Next Story