Connect Gujarat
Featured

દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય

દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય
X

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફરી એકવાર દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે સાત વાગ્યે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના અધ્યક્ષ ડો.ડી.એસ.રાણાએ મીડિયાને માહિતી આપતાં કહ્યું કે, તેમને રૂટીન પરીક્ષણ માટે સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત સ્થિર છે.

સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં સર ગંગારામ હોસ્પિટલના અધ્યક્ષ ડો.ડી.એસ.રાણાએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષને સાંજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત નિયમિત તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય સ્થિત છે.

સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલના છાતી અને શ્વસન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિભાગના વડા ડો.અરૂપ કુમાર બાસુ અને તેમની ટીમ સોનિયા ગાંધીના આરોગ્યની દેખરેખ રાખી રહ્યા છે. તેમની નિયમિત તપાસણીની સાથે, તેમની આરોગ્ય સમસ્યાઓની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Next Story
Share it