Connect Gujarat
ગુજરાત

દિલ્હી : ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, પેટ્રોલનો ભાવ રૂપિયા 2.69 ઘટ્યો

દિલ્હી : ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, પેટ્રોલનો ભાવ રૂપિયા 2.69 ઘટ્યો
X

ચીનમાં કોરોનાવાયરસની વ્યાપક અસરને કારણે,

વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થયો છે. આની અસર પેટ્રોલ

અને ડીઝલની કિંમતો પર પણ પડી છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતામાં મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યાં છે.

દેશની રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવમાં રૂપિયા 2.33 અને પેટ્રોલના ભાવમાં રૂપિયા

2.69 નો ઘટાડો જોવા મળ્યો છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ 70.29 રૂપિયા અને ડીઝલ 63.01

રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

પેટ્રોલ ભાવ :

અમદાવાદ પ્રતિ લિટર રૂ. 67.95

દિલ્હીમાં પ્રતિ લિટર રૂ. 70.29

મુંબઇમાં પ્રતિ લિટર રૂ. 75.99

કોલકાતામાં પ્રતિ લિટર રૂ. 72.98

ચેન્નાઇમાં પ્રતિ લિટર રૂ. 73.02

ડીઝલનો ભાવ :

અમદાવાદ પ્રતિ લિટર રૂ. 66.06

દિલ્હીમાં પ્રતિ લિટર રૂ. 63.01

મુંબઇમાં પ્રતિ લિટર રૂ. 65.97

કોલકાતામાં પ્રતિ લિટર રૂ. 65.34

ચેન્નાઇમાં પ્રતિ લિટર રૂ. 66.48

નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં

વધારો થવાની સંભાવના ઓછી છે, કારણ કે કોરોના વાયરસની અસર

ટૂંક સમયમાં સમાપ્ત થવાની નથી. આનાથી ભારતને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે ભારત સૌથી વધુ કાચા ક્રૂડની આયાત કરે છે. તે જ સમયે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી દેશના લોકોને ફાયદો થવાનું નક્કી છે.

Next Story