Connect Gujarat
Featured

દિલ્હી : દીપ સિદ્ધુને 7 દિવસના પોલીસ રિમાન્ડ; થઈ શકે છે મોટા ખુલાસા

દિલ્હી : દીપ સિદ્ધુને 7 દિવસના પોલીસ રિમાન્ડ; થઈ શકે છે મોટા ખુલાસા
X

લાલ કિલ્લા પર હિંસા અને ધાર્મિક ધ્વજારોહણના મામલાના આરોપી દીપ સિદ્ધુને દિલ્હીની કોર્ટે 7 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સિદ્ધુને સોમવારે રાત્રે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

દીપ સિદ્ધુને આજે સાંજે પાંચ વાગ્યે દિલ્હી પોલીસ દ્વારા તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે સિદ્ધુના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે સિદ્ધુને 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, વધુ રિમાન્ડની જરૂર પડી શકે છે.

દિલ્હી પોલીસે કહ્યું કે, દીપ સિદ્ધુ વિરુદ્ધ વીડિયોગ્રાફી પુરાવા છે. તેણે લોકોને ઉશ્કેર્યા જેના કારણે લોકોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. તેથી તેની પૂછપરછ કરવી પડશે. તેના સોશ્યલ મીડિયાની પણ તપાસ થવાની છે.

પોલીસે જણાવ્યું હતું કે ટ્રેચરે માર્ચ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સિદ્ધુ હિંસામાં આગળ હતો. લોકોને ઉશ્કેરવામાં સિદ્ધુ મોખરે હતો. વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તે લાલ કિલ્લામાં ધ્વજ અને લાકડીઓ લઈને પ્રવેશી રહ્યો છે.

તે જ સમયે બચાવ પક્ષના વકીલે કહ્યું કે, સિદ્ધુ ખોટા સમયે ખોટી જગ્યાએ પહોંચી ગયા હતો. તેણે છટકી જવાનો પ્રયાસ કર્યો ન હતો. 26 જાન્યુઆરી પછી દીપ સિદ્ધુની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેને 26 જાન્યુઆરી પછે કોઈ પ્રવાસ કર્યો નથી.

અધિકારીએ જણાવ્યું કે, સિદ્ધુની સોમવારે રાત્રે 10.40 વાગ્યે કરનાલ બાયપાસથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તેઓ પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લામાં ભીડને ભડકાવવાના મામલે નોંધાયેલા કેસની શોધમાં હતા.

છેલ્લા 75 દિવસથી ખેડૂતો દિલ્હીની સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ ખેડુતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ સમય દરમિયાન દિલ્હીમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. આ હિંસામાં 400 જેટલા પોલીસ જવાન ઘાયલ થયા છે.

કેટલાક વિરોધીઓ લાલ કિલ્લા પર પહોંચ્યા હતા જ્યાં ધાર્મિક ધ્વજ ફરકાવ્યો. દીપ સિદ્ધુ આ કેસમાં મુખ્ય આરોપી છે. આ ઘટના બાદ સિદ્ધુ ફરાર હતો. પોલીસે તેની માહિતી આપનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

કર્મચારીઓ માટે સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં; જુઓ કેટલા દિવસ કરવું પડશે કામ અને કેટલી મળશે રજા

Next Story