Connect Gujarat
દેશ

દિલ્લી: દેશની દીકરીઓને ન્યાય, નિર્ભયાના ચાર ગુનેગારોને એક સાથે ફાંસીના ફંડા પર લટકાવાયા

દિલ્લી: દેશની દીકરીઓને ન્યાય, નિર્ભયાના ચાર ગુનેગારોને એક સાથે ફાંસીના ફંડા પર લટકાવાયા
X

નિર્ભયા ગેંગરેપના

ચાર દોષીઓને શુક્રવારે સવારે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨ માં, દિલ્હીની એક બસમાં, આ નરાધામોએ નિર્ભયા પર

ગેંગરેપ કર્યો હતો, અને ત્યારબાદ તેની હત્યા કરી

હતી.

વર્ષ ૨૦૧૨ માં

રાજધાની દિલ્હીમાં થયેલ નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં આજે લગભગ સાડા સાત

વર્ષ બાદ ન્યાય થયો છે. શુક્રવારે સવારે 5.30 વાગ્યે તિહાર જેલના ફાંસીઘરમાં

નિર્ભયાના ચારેય દોષીઓને ફાંસી આપવામાં આવી હતી. નિર્ભયાના ચાર દોષીતો વિનય, અક્ષય, મુકેશ અને પવન ગુપ્તાને એક સાથે ફાંસી

આપી દેવામાં આવી, ત્યાર બાદ પોસ્ટ મોર્ટમ કરવામાં

આવ્યું હતું.

સાત વર્ષ, 3 મહિના અને ત્રણ દિવસ પહેલા,એટ્લે કે 16 ડિસેમ્બર

2012ના રોજ, દેશની રાજધાનીમાં બનેલ આ ઘટનાએ સમગ્ર દેશને

હચમચાવી નાખ્યો હતો. ન્યાયની માંગ માટે યુવાનોનો સેલાબ રસ્તાઓ પર ઉતરી આવ્યો હતો

જેનું લાંબા સમય બાદ આજે પરિણામ બહાર આવ્યું છે. શુક્રવારે સવારે ગુનેગારોને ફાંસી

આપવામાં આવ્યા બાદ લોકોએ તિહારની બહાર મીઠાઇ પણ વહેંચી હતી.

નિર્ભયાની માતા આશા

દેવીએ લાંબા સમય સુધી ન્યાય માટે લડત લડી, આજે જ્યારે

દોષીઓને ફાંસી આપવામાં આવી હતી, ત્યારે તેણે જાહેરાત

કરી કે તે 20 માર્ચને નિર્ભયા દિવસ તરીકે ઉજવશે. આશા દેવી કહે છે કે હવે તે દેશની

અન્ય પુત્રીઓ માટે લડશે.

Next Story