Connect Gujarat
દેશ

દિલ્હી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બંદુકધારીએ કર્યો ગોળીબાર, એક વિદ્યાર્થી ઘાયલ

દિલ્હી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બંદુકધારીએ કર્યો ગોળીબાર, એક વિદ્યાર્થી ઘાયલ
X

જામિયા નજીક વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિએ પોલીસની હાજરીમાં ગોળીબાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે બંદુકધારીનું લક્ષ્ય વિદ્યાર્થીઓ તરફ હતું. આ હુમલાખોરની પાછળ એક મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ સતત સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. તેના સતત ફાયરિંગ કરવાથી એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. પલીસની ભારે હાજરી હોવા છતાં, હથિયાર સાથે હુમલો કરનાર ત્યાં કેવી રીતે બંદુક સાથે આવી પહોંચ્યો હશે?

ગુરુવારે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ના વિરોધમાં દિલ્હીની જામિયા ઇસ્લામીયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની રેલી કાઢવામાં આવી હતી. જો કે, આ રેલી પર પોલીસને મંજૂરી નહોતી આપી. જેથી પોલીસ આ રેલીને રોકવા માટે પોલીસ કાફલો હોસ્પિટલ નજીક મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. પોલીસ અધિકારી રેલીના લોકો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે ભીડમાંથી એક યુવક બંદુક સાથે બહાર આવ્યો. અને ગોળીબારી કરી જેથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે, ફાયરિંગ બાદ તરત જ પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો હતો. ડીસીપી ચિન્મય બિસ્વાલે જણાવ્યું હતું કે આરોપીની અટકાયત કર્યા બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે તેની ઓળખ હજી જાહેર કરી નથી, પરંતુ તેના કારણે આખા વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે.

https://twitter.com/ConnectGujarat/status/1222802121495437312?s=20

આ ઘટના બાદ પોલીસની સુરક્ષા વ્યવસ્થા

ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસની

આટલી ભારે હાજરી બાદ તે વ્યક્તિ કેવી રીતે પિસ્તોલ લઈને આવી અને ટોળાની વચ્ચે રહ્યો હશે ?

Next Story