Connect Gujarat
દેશ

દિલ્હી: જેએનયુ માં જંગ, મોઢું ઢાંકી ગુંડા હોસ્ટેલમાં પ્રવેશ્યા અને જુઓ શું કર્યું?

દિલ્હી: જેએનયુ માં જંગ, મોઢું ઢાંકી ગુંડા હોસ્ટેલમાં પ્રવેશ્યા અને જુઓ શું કર્યું?
X

ગત રોજ મોડી સાંજ બાદ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના

કેમ્પસમાં કેટલાક અસમાજિક તત્વો મારક હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા. અને

વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પર જીવલેણ હુમલો કરતાં 22 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા

હતા. આ અસમાજિકો નકાબપોશ બનીને કેમ્પસમાં ઘુસ્યાં હતા. સમગ્ર ઘટનામાં ડાબેરી

વિદ્યાર્થી સંગઠનોએ એબીવીપી પર છાત્રાલયમાં પ્રવેશ કરીને હુમલો કર્યો હોવાનો આરોપ

લગાવ્યો હતો, જ્યારે એબીવીપીએ ડાબેરી સંગઠનો પર આરોપ લગાવ્યા હતા.

આ ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેએનયુ વિદ્યાર્થી સંઘના

પ્રમુખ આઇષી ઘોષને પણ માથામાં ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે એમ્સમાં

દાખલ કરાયા હતા. આ સમય દરમિયાન પોલીસ મુકદર્શક બની બેઠી હતી. જેને કારણે પોલીસ

સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓએ કવરેજ માટે પહોંચેલા પત્રકારોને પણ

માર માર્યો હતો.

દિલ્હીની જવાહરલાલ

નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ને કારણે રવિવારે સાંજે ભારે ગભરાટ ફેલાયો હતો. અખિલ

ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને ડાબી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે લડત થઈ હતી, જેમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ આઇશી ઘોષ સહિત 20 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ

થયા હતા. જેમાં બે શિક્ષકો પણ ઘાયલ થયા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠન અને એબીવીપી

બંનેએ એક બીજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટના અંગે, જ્યાં કોંગ્રેસની રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી ઘાયલોને મળવા માટે

એઈમ્સ હોસ્પિટલ પહોંચી હતી, ત્યાં દિલ્હી યુનિવર્સિટી, અલીગઢ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ

હેડક્વાર્ટરની બહાર વિરોધ કરવા ગયા હતા. જેએનયુ વિદ્યાર્થી સંઘના સમર્થનમાં અનેક

યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ઉતરી આવ્યા છે.

જેએનયુમાં થયેલી

હિંસક ઘટના સામે આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.

મુંબઈના વિદ્યાર્થીઓએ પણ જેએનયુ છાત્રોના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો હતો. ગેટ વે

ઓફ ઈન્ડિયા પાસે ભેગા થઈ નારેબાજી સાથે શાંતિપૂર્ણ પ્રદર્શનમાં જોડાયા હતા.

કેન્દ્રિય

ગૃહમંત્રાલયે પોલીસ પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. ચુસ્ત સુરક્ષા

બંદોબસ્તમાં દિલ્લી ફેરવાયું છે. પોલીસે સબૂત એકત્ર કરી અને એફઆઇઆર નોંધી તપાસ શરૂ

કરી છે.

Next Story