Connect Gujarat
દેશ

દિલ્હી: રામલીલા મેદાનમાં કોંગ્રેસની “ભારત બચાવો” રેલી, દેશભરમાંથી લાખો  લોકોના પહોંચવાનો દાવો

દિલ્હી: રામલીલા મેદાનમાં કોંગ્રેસની “ભારત બચાવો” રેલી, દેશભરમાંથી લાખો  લોકોના પહોંચવાનો દાવો
X

કોંગ્રેસ પક્ષ આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગરી અને સંવિધાન હમલને

લઈને મોદી સરકાર વિરુદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ પ્રદર્શન રેલી યોજવા

જય રહી છે.

આ રેલીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તાઓ જોડાશે. આ રેલીમાં ભાગ લેવા દેશના ખૂણે-ખૂણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓ રામલીલા મેદાનમાં પહોંચશે. દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ રેલીમાં કોંગ્રેસ નાગરિક સંશોધન કાનૂનના મુદ્દાને

પણ ઉઠાવશે અને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ દ્વારા બંને ગૃહોમાં આ

કાનૂનનો વિરોધ કરાયો હતો. અને કહ્યું હતું કે આ કાયદાથી ધર્મના આધાર પર દેશને

વહેંચવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાયદાને સંસદમાંથી

પસાર થવાના દિવસને ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.

કોંગ્રેસ પક્ષે ભારત બચાવો રેલીમાં જોડાવા માટે

દેશભરમાંથી લોકોને રામલીલા મેદાનમાં પહોંચવા કહ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે, આ રેલી ઐતિહાસિક હશે. મોદી સરકાર મુખ્ય મુદ્દાઓથી દેશની જનતાનું ધ્યાન

ભટકાવામાં લાગી છે. પણ તેઓ આ તમામ મુદ્દાઓને લઈને દેશની જનતાની વચ્ચે જશે.

Next Story