Connect Gujarat
દેશ

દિલ્હી : સતત ત્રીજી વખત બન્યા દિલ્લીના શહનશાહ, આજથી કેજરીવાલ 3.0 સરકાર

દિલ્હી : સતત ત્રીજી વખત બન્યા દિલ્લીના શહનશાહ, આજથી કેજરીવાલ 3.0 સરકાર
X

અરવિંદ

કેજરીવાલે રામલીલા ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ ત્રીજી વખત

દિલ્હીના મુખ્ય પ્રધાન બની રહ્યા છે. મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈને પણ તેમની

સાથે શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં રોહિણીના ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર

ગુપ્તા પહોંચ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે રામલીલા મેદાનમાં ભવ્ય સમારોહ વચ્ચે વખત શપથ ગ્રહણ કર્યા. સતત ત્રીજી વખત કેજરીવાલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. વિધાનસભા ચુંટણીમાં ઐતિહાસિક વિજય મેળવતા અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ 62 બેઠકો ઉપર જીત મેળવી હતી. અરવિંદ કેજરીવાલ સાથે મનીષ સિસોદિયા અને સત્યેંદ્ર જૈન, ગોપાલ રાય અને કૈલાશ ગેહલોટ સહિતના નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા.

શપથ

ગ્રહણ માટે રામલીલા મેદાનમાં ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ એજ રામલીલા

મેદાન હતું જ્યાં થી અરવિંદ કેજરીવાલે પોતાની રાજનીતિની શરૂઆત આંદોલન સ્વરૂપે કરી

હતી. કેજરીવાલે દિલ્લીની સામાન્ય જનતા અને વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું.

જો કે આ સમારોહ પીએમ મોદી પોતાના વારાણસી દોરાના કારણે પહોંચ્યા ન હતા. પરંતુ

ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા શપથ સમારોહમાં પહોંચ્યા હતા.

કેજરીવાલે

શપથ ગ્રહણ બાદ જનતાનું સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆત તેમણે જીત થી કરી હતી.

તેમણે કહ્યું આ દિલ્લીની 2 કરોડ જનતાનો વિજય છે. દેશમાં નવી રાજનીતિની શરૂઆત થઈ છે, કામની રાજનીતિનો પ્રારંભ થયાનું કહ્યું હતું. તેમણે પીએમ મોદીના આશીર્વાદ

માંગી કેન્દ્ર સાથે મળી વિકાસના મોટા કાર્ય કરવાનું વચન આપ્યું હતું. તેમણે પોતાની

સ્વાસ્થ્ય, શિક્ષણ, વીજળી અને પાણીના કાર્યોનું ડંકો પીટયો હતો. તેમણે વાહવાહી કરતાં કહ્યું

હતું સમગ્ર વિશ્વ દિલ્લી તરફ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું રાજનીતિક ભાષણોમાં

વ્યક્તિગત આરોપો અને ટિપ્પણી કરનારાઓને માફ કરું છે. હું ભાજપ, કોંગ્રેસ દરેકનો મુખ્યમંત્રી બની ગયો છુ.

Next Story