Connect Gujarat
Featured

દિલ્લી : કેજરીવાલ સરકારનો રાજ્યની બોર્ડર ખોલવાનો નિર્ણય, હોસ્પિટલમાં પણ દિલ્લીવાસીઓની જ થશે સારવાર

દિલ્લી : કેજરીવાલ સરકારનો રાજ્યની બોર્ડર ખોલવાનો નિર્ણય, હોસ્પિટલમાં પણ દિલ્લીવાસીઓની જ થશે સારવાર
X

દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હીના રહેવાસીઓની સારવાર દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવશે. જ્યારે દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં તમામની સારવાર કરાશે.

દિલ્હી સરકારે આજે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હવે દિલ્હીના રહેવાસીઓની જ સારવાર કરવામાં આવશે. જ્યારે દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં તમામની સારવાર કરાશે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી કેબિનેટે આ નિર્ણય લીધો છે. આની સાથે જ રાજ્યની સરહદો પણ દિલ્હીની બહારના તમામ લોકો માટે ખોલવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે તેની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી દિલ્હીમાં રેસ્ટોરન્ટ્સ, મોલ અને ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે, પરંતુ દરેકને સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત પણે રહેશે.

Next Story
Share it