Connect Gujarat
દેશ

દિલ્હી : વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, 2 લાખથી વધુ મતદારો પ્રથમ વખત કરશે મતદાન

દિલ્હી : વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, 2 લાખથી વધુ મતદારો પ્રથમ વખત કરશે મતદાન
X

દિલ્હીમાં વિધાનસભાની

ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે

8 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. 70 બેઠકો માટે 672 ઉમેદવારો મેદાનમાં. નવી દિલ્હી મત વિસ્તારમાંથી મહત્તમ 28 ઉમેદવારો લડી રહ્યા છે, જ્યારે ઓછામાં ઓછા ચાર વ્યક્તિઓ પટેલ નગર

બેઠક પરથી છે. એક કરોડ 47 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે વિસ્તૃત

વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ચૂંટણી

પ્રક્રિયા દરમિયાન સુરક્ષા માટે 42 હજાર જવાનો, અર્ધ સૈનિક દળની 190 ટુકડીઓ અને 19 હજાર

હોમગાર્ડઝને તૈનાત કર્યા છે.

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી

ડો.રનબીરસિંહે કહ્યું, ચૂંટણી પંચે મતદારોની

સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે. તેમણે

જણાવ્યું હતું કે, આજે 2 લાખ 32 હજારથી વધુ મતદાર પ્રથમ વખત તેમના

મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન કર્મચારીઓ અને

અન્ય લોકોને તેમના સ્થળ સુધી સમયસર પહોંચી શકે

તે માટે દિલ્હી મેટ્રોની સેવાઓ આજે સવારે 4 વાગ્યે

શરૂ થઈ હતી. મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લોકોને

મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. એક

ટ્વિટમાં PM

મોદીએ ખાસ કરીને યુવા મતદારોને વધુ સંખ્યામાં

તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી.

https://twitter.com/narendramodi/status/1225971049856004097?s=20

Next Story