Connect Gujarat
Featured

રાજ્યભરમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનો દેખાવો, ક્યાક રસ્તા પર ચૂલા બનાવી રોટલી શેકી તો ક્યાક ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા

રાજ્યભરમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનો દેખાવો, ક્યાક રસ્તા પર ચૂલા બનાવી રોટલી શેકી તો ક્યાક ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા
X

પેટ્રોલ-ડિઝલ, રાંધણ ગેસ અને શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓના વધતા જતા ભાવ વધારા સામે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્યાક રસ્તા ઉપર ચૂલા બનાવી રોટલા શેકવામાં આવ્યા હતા, તો ક્યાક ઉગ્ર સૂત્રોચાર સાથે આવેદન પત્રો પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.

લોડાઉનના છેલ્લા ત્રણ મહીનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં તેમજ એક્સાઈઝ ડ્યુટીમાં સરકાર દ્વારા કરાયેલા વારંવાર ભાવ વધારાને લઈ પ્રજાની હાલત કફોડી બની રહી છે. દેશવાસીઓ આરોગ્યલક્ષી અને આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમીતી દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરાઇ છે.

ભાજપ સરકાર દ્વારા છેલ્લા એક મહિનામાં સવાસોથી દોઢસો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ગેસના બોટલમાં સતત થતાં ભાવ વધારાથી સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પણ મોંઘવારીનો માર પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા જાહેર રસ્તા ઉપર ચૂલા બનાવી. જેમાં રોટલા શેકી અને પાણીમાં શાક વઘારીને અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો. જોકે સરકારની નિષ્ફળતા સામે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના બાટલાનો સરકાર દ્વારા ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Next Story