ડેન્માર્ક : કોપનહેગનમાં વસતા ભારતીયોએ કર્યું CAAના કાયદાનું સમર્થન

0
155

દેશમાં CAAના કાયદાના સમર્થનમાં ચાલી રહેલું ભાજપનું અભિયાન સાત સમંદર પાર સુધી પહોંચ્યું છે. યુરોપમાં આવેલાં ડેન્માર્ક દેશમાં સ્થાયી થયેલાં ભારતીય સમુદાયે પણ કાયદાનું સમર્થન કર્યું છે. 

તમે જે દ્રશ્યો જોઇ રહયાં છો તે છે યુરોપ ખંડમાં આવેલાં ડેન્માર્ક દેશના. અતિ સમૃધ્ધ ગણાતાં ડેન્માર્કના વિવિધ શહેરોમાં હજારો ભારતીયો રોજગારી તેમજ અન્ય કારણોસર સ્થાયી થયાં છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બાવલા સાથેનો આ બગીચો દેખાઇ રહયો છે તે ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં આવેલો છે. ગાંધી પાર્ક તરીકે ઓળખાતા બગીચામાં ડેન્માર્કમાં વસતા ભારતીયો પ્લેકાર્ડ સાથે એકત્ર થયાં છે અને તેઓ ભારતમાં લાગુ પડેલાં CAAના કાયદાનું સમર્થન કરી રહયાં છે. ભાજપના અગ્રણી રમેશ ભારદ્રાજે જણાવ્યું હતું કે, CAAના કાયદાથી ભારતના પાડોશી દેશોમાં રહેતાં ભારતીય સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ કાયદાથી ભારત દેશમાં રહેતાં લઘુમતી સમાજના લોકોને કોઇ અન્યાય થવાનો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here