Connect Gujarat
Featured

દેવભૂમિ દ્વારકા : સોનરડી ગામ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે મોત

દેવભૂમિ દ્વારકા : સોનરડી ગામ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે મોત
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનરડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ હતી.

મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનરડી ગામ નજીક હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ 27 DB 1213 નંબરની આઈ10 કાર અને GJ 10 BR 9063 નંબરની મારુતિ સુઝુકી સિયાઝ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતના પગલે આઈ10 કાર માર્ગ પર જ પલટી મારી ગઈ હતી, જ્યારે મારુતિ સુઝુકી સિયાઝ કારને પણ મોટું નુકશાન થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતના બનાવમાં 3 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it