Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં લાગી આગ, ફ્રીઝ-ટીવી સહિતનો ઇલેક્ટ્રોનિક્સ સામાન બળીને ખાખ

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં લાગી આગ, ફ્રીઝ-ટીવી સહિતનો ઇલેક્ટ્રોનિક્સ સામાન બળીને ખાખ
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા ખંભાળિયા ખાતે એક ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. વર્કશોપમાં આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર, ખંભાળિયાના ચાર રસ્તા નજીક આવેલા એક ખાનગી ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં અચાનક જ આગ લાગવાનો બનાવ બન્યો હતો, ત્યારે આગ લાગવાની ઘટનાથી લોકોથી હચમચતા ગીચ વિસ્તારમાં ભયનો મહોલ સર્જાયો હતો. ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં આગ લાગતા જ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

બનાવની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ ઇલેક્ટ્રોનિક્સના વર્કશોપમાં લાગેલી ભયાનક આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ચપેટમાં આવી જતાં વર્કશોપમાં રહેલા ફ્રીઝ-ટીવી સહિતનો તમામ ઇલેક્ટ્રોનિક્સ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. હાલ તો શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story