Connect Gujarat
ગુજરાત

DGP શિવાનંદ ઝાની નવતર પહેલ : Police-Academia Interaction Forumની કરી રચના

DGP શિવાનંદ ઝાની નવતર પહેલ : Police-Academia Interaction Forumની કરી રચના
X

  • કાયદા અને ફોરેન્સીક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ કરશે પોલીસ સાથે કામ

ગયા જાન્યુઆરી માસમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના DGP શ્રીઓની એક કોન્ફરન્સ મધ્યપ્રદેશ ખાતે યોજવામાં આવેલ હતી, જેમાં કાયદા શાખાના અને ખાસ કરીને National Law University(NLU)ના વિદ્યાર્થીઓને પોલીસ સાથે કામ કરી, પોલીસ તપાસની ગુણવત્તા સુધારવા માટેના એક ફોરમની રચના કરવા અંગે વિચારણા કરવામાં આવેલ હતી. આ અંગે રાજ્યના ડી.જી.પી શ્રી શિવાનંદ ઝા એ પહેલ કરીને આવા એક ફોરમની ગઇકાલે રચના કરેલ છે.

ગાંધીનગર ખાતેની Gujarat National Law University(GNLU) ખાતે શિવાનંદ ઝાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી, જેમાં GNLUના વાઇઝ ચાન્સેલર, Gujarat Forensic Science University (GFSU) ના વડા શ્રી જે.એમ.વ્યાસ અને રક્ષાશક્તિ યુનિવર્સીટીના વડાશ્રી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં Police-Academia Interaction Forumની રચના કરવામાં આવેલ હતી. આ ફોરમના માધ્યમથી GNLU, GFSU અને રક્ષાશક્તિ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ પોલીસ સાથે પોલીસ તપાસ અને ફોજદારી કાર્યવાહી ની ગુણવત્તા સુધારવા માટે પોલીસ સાથે કામ કરશે. ઉપરાંત આ મંચ ન્યાય વિજ્ઞાન, પોલીસ વિજ્ઞાન, અપરાધિક બનાવોની તપાસ, કમ્યુનિટી પોલિસીંગ વગેરે મુદ્દાઓ પર પોલીસ અને શિક્ષણવિદ્યા વચ્ચે સંકલન માટેનો સેતુ બની રહેશે.

ગુજરાત પોલીસના આવા નવતર પ્રયોગથી પોલીસ સેવાઓની ગુણવત્તામાં સુધારો આવશે અને શૈક્ષણિક ક્ષેત્રમાં પોલીસની કામગીરી વિશેના જ્ઞાનનો વધારો થશે.

Next Story