આર્મી ના જવાનો ને રાખડી બાંધતી ધ્રાંગધ્રા આર્મી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ

આજે સ્વતંત્ર દિવસ અને રક્ષાબંધનનો તહેવાર બંને સાથે આવેલ છે.ત્યારે આપણા દેશના જવાનો જે બોર્ડર ઉપર રહીને આપણ દેશની રક્ષા કરે છે. અને તેના કારણે આપણે સુરક્ષિત રહીએ છીએ.ત્યારે ધ્રાંગધ્રા આર્મી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા આર્મીના જવાનોને રાખડી બાંધીને એક પરિવારના સભ્યોની જેમ રહી તે સંદેશો લોકોને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આર્મીના જવાનો પણ પોતાના પરિવાર થી દુર રહે છે. અને તહેવાર ઉપર તેમની સાથે ઉજવણી થાય તે ખૂબ સરસ છે. જે જવાનો આપણી રક્ષા કરે છે. અને કોઈ પણ મુશ્કેલીઓ વખતે તે દેશ માટે પોતાના પ્રાણ પણ આપી દે છે. તેવા જવાનોને પણ તહેવારોની ઉજવણી સામેલ કરીને આજના દિવસે જવાનો દેશ ની રક્ષા સાથે આ બાળાઓ દ્વારા આ જવાનોને પણ સારૂ આરોગ્ય આપે અને લાંબી ઉમેર આપે તેવી પ્રાર્થના આ નિશાળની બાળા ઓ દ્વારા કરવામાં આવી હતી. આર્મી ના જવાનો તેમજ આર્મીના અધિકારીઓએ પણ આ બાળા ઓ પાસે રાખડી બંધાવી હતી.