Connect Gujarat
ગુજરાત

ધનસુરા શીત કેન્દ્રથી સેક્રેટરીઓ કંટાળા, સાબરડેરીના ડિરેક્ટરને ધારદાર રજૂઆત

ધનસુરા શીત કેન્દ્રથી સેક્રેટરીઓ કંટાળા, સાબરડેરીના ડિરેક્ટરને ધારદાર રજૂઆત
X

અરવલ્લી જિલ્લાના ધનસુરા શીત કેન્દ્રમાં કેટલાક કર્મચારીઓના ગેર વહીવટ તેમજ અમુક કર્મચારીઓના મધુપાનના સેવનથી દૂધ મંડળીઓના સેક્રેટરીઓ કંટાળી ગયા છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે દૂધ મંડળીના સેક્રેટરીઓના અનેક મુદ્દાઓના નિરાકરણ માટે ધનસુરા સહકારી જીન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, અને સેક્રેટરીઓએ તેમના મુદ્દા સાબરડેરીના ડિરેક્ટર કાંતિભાઇ પટેલને સામે મુક્યા હતા, સેક્રેટરીઓની બેઠકમાં ધારદાર રજૂઆત કરાઈ હતી, જેમાં સાબર શીત કેન્દ્ર ધનસુરામાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા સાબરડેરીના કર્મચારીઓની બદલી કરાવવાની માંગ પ્રબળ બની છે, તો ધનસુરા શીત કેન્દ્રમાં રૂટ મારફતે આવતી દૂધ મંડળીઓના દૂધમાં ઘટ આવવા તેમજ સારૂ દૂધ હોવા છતાં અયોગ્ય ગણવામાં આવે છે.

જેથી દૂધ મંડળીઓને પૂરતા ભાવ નથી મળતો. દૂધ મંડળીઓને પૂરતો ભાવ ન મળવાને કારણે મંડળીઓ ખોટમાં ચાલી રહી છે, જેની યોગ્ય તપાસ થાય તે માટે બેઠકમાં સાબરડેરીના ડિરેક્ટર કાંતિભાઇ પટલને ધારદાર રજૂઆત કરવામાં હતી. આ સાથે જ સાબર શીત કેન્દ્ર ધનસુરામાં આવતી એંશી ટકા દૂધ મંડળીઓના તારીખ 1-4-2019 થી 10-7-2019 સુધીમાં સાબર શીત કેન્દ્ર ધનસુરામાં રૂટ મારફતે આવતું દૂધ મંડળીઓએ મોકલેલ દૂધના એસ.એન.એફ એટલે કે, સ્ટાન્ડર્ડ નોર્મલ ફેટ ઓછા આપવામાં આવે છે. ફેટ ઓછા આપવાથી મંડળીઓને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે.

ધનસુરા શીત કેન્દ્રમાં લેબોરેટરી વિભાગમાં ફેટ અને એસ,.એન.એફ કાઢવવાની ગુપ્તતા જળવાતી નથી, એટલું જ નહીં એસ.એન,એફ કાઢવાના મશિનની સમયાંતરે યોગ્ય તપાસ પણ ન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે, જેથી તેમાં છેડછાડ કરવામાં આવતી હોવાની પૂરી શક્યતાઓ સેવાઈ છે. સાબરશીત કેન્દ્ર ધનસુરામાં ગ્રીડિંગ કરવામાં પણ કર્મચારીઓ નિરસતા દાખવતા હોય છે. છતાં સાબરડેરી આવા કર્મચારીઓની બદલી કરવામાં પાછી પાની કરતી હોય તેવું લાગી રહ્યું છે.. સાબર ડેરી દ્વારા વિજિલન્સ ટીમ બનાવીને સાબર શીત કેન્દ્ર ધનસુરામાં તપસા કરવાની માંગ ચેરમેન તેમજ સેક્રેટરીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Next Story
Share it