Connect Gujarat
Featured

“ધરા ધ્રુજી” : કચ્છ જિલ્લાના દુધઈમાં 3 અને ભચાઉમાં 1.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

“ધરા ધ્રુજી” : કચ્છ જિલ્લાના દુધઈમાં 3 અને ભચાઉમાં 1.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
X

કચ્છ જીલ્લાની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. ગત રોજ મોદી રાત્રે દુધઈમાં અને વહેલી સવારે ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી માસમાં પણ કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ દૂધઈ નજીક જ નોંધાયો હતો. આ દિવસોમાં ગુજરાતમાં ભૂકંપના કુલ 35 આંચકા નોંધાયા છે. જેમાં 4 તો રિક્ટર સ્કેલ પર 3.0થી વધુ તીવ્રતાના છે, અને આ ચારેય ભૂકંપ કચ્છ પંથકમાં જ નોંધાયા હતા, ત્યારે કચ્છ જીલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. દુધઈમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જ્યારે ભચાઉમાં સવારે 5.30 વાગ્યાની આસપાસ 1.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોકે દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી આશરે 8 કિલોમીટર દૂર નોંધાયું છે., જ્યારે વહેલી સવારે ભચાઉનમાં અનુભવાયેલા ભૂકંપનું કેંદ્ર બિંદુ ભચાઉથી લગભગ 20 કિલોમીટર દૂર નોધાયું છે.

Next Story