“શિવોહમ” : મહાશિવરાત્રિએ 12 જ્યોતિર્લિંગના દર્શને ઉમટે છે શિવભક્તોનું ઘોડાપૂર, વાંચો તેના પાછળની રોચક કથા...

મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતના દ્રવ્યોથી અભિષેક કરે છે.

New Update
12-jyotirlinga

એવું માનવામાં આવે છે કેમહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રગટ થયા હતા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર પર્વ મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધદહીંઘીગંગાજળનાગકેસર સહિતના દ્રવ્યોથી અભિષેક કરે છે. આ સાથે જ લોકો બિલ્વપત્ર તેમજ ધતુરાના ફૂલ પણ શિવજીને અર્પણ કરે છેત્યારે આજરોજ પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવના દર્શન કરવા શિવાલયોમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ભગવાન શિવના મંદિરો આવેલા છેઅને તે સ્વયંભુ હોવાથી તેની પાછળની કથા સાથે લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. 

Advertisment

કહેવાય છે કેભગવાન શિવના દેશભરમાં અનેક મંદિરો આવેલા છે. પરંતુ આમાં 12 જ્યોતિર્લિંગનું અનેરું મહત્વ રહ્યું છે,  માન્યતાઓ અનુસારભગવાન શિવ આ 12 જ્યોતિર્લિંગમાં સ્વયમ બિરાજે છેમાટે તેને જ્યોતિર્લિંગ નામ આપવામાં આવ્યું છે. પુરાણો અને ધાર્મિક માન્યતાઓ અનુસારઆ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી શ્રદ્ધાળુના બધા પાપ નષ્ટ થઈ જાય છેતો અમે તમને જણાવીશું ક્યાં આવેલા છે આ 12 જ્યોતિર્લિંગ... 

સોમનાથ મહાદેવ ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવમાં આવે છેઆ મંદિર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. શિવપુરાણ અનુસાર જ્યારે ચંદ્રની દક્ષ પ્રજાપતિને 6 રૂપ લેવા માટે શ્રાપ આપ્યો હતોત્યારે ચંદ્રદેવે આ સ્થાન પર તપસ્યા કરીને શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી. સોમનાથ મંદિર પર મોહમ્મદ ગજનીએ સન 1024માં આશરે 5 હજાર સાથીઓ સાથે આક્રમણ કરી સંપતિ લૂંટીને નાશ કર્યો હતો. પરંતુ મંદિર આ બધી પરીસ્થિતિ પછી પણ ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજએ પુન: નિર્માણ કરાવ્યુ હતું. સન 1093માં સિદ્ધરાજ જયસિંહે પણ મંદિર નિર્માણમાં સહયોગ આપ્યો હતો. આવી રીતે 7 વખત આ મંદિર પર ચઢાઈ કરવામાં આવી હતી. જોકેભગવાની શિવજીના આશીર્વાદથી અત્યારે મંદિરમાં દરરોજ ભક્તોનો દર્શન માટે આવી રહ્યા છે. 

હવે વાત કરીએબીજા નંબરના જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનનીઆ જ્યોતિલિંગ આંધ્રપ્રદેશના ક્રુષ્ણ નદીના તટે શ્રી સ્લેશ નામના પથ્થર પર બનેલું છે. આ મંદિરનું મહત્વ ભગવાન શિવના કૈલાશ પર્વતની બરાબર માનવામાં આવે છે. અનેક શાસ્ત્રોમાં આ જ્યોતિલિંગનું મહત્વ દર્શાવામાં આવ્યું છેએટલે જ આ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ દર્શન માટે આવતો જ રહે છે.

જોકેત્રીજા નંબરના સ્થાન પર ૐ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જેનમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગની વિશેષતાની વાત કરીએતો આ એક માત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છેઅને અહી થનાર ભસ્મ આરતી સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે. કહેવાય છે કેઅહી મહાદેવની પુજા-અર્ચના કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ અને સંકટ દૂર થાય છે. શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન અહી લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. 

ચોથા નંબર પર છે ઓમકારેશ્વર જ્યોતિલિંગ... આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ શહેર ઈન્દોર પાસે આવેલું છેઅને આ સ્થાન નર્મદા નદીના તટે અને પહાડોની ચારે તરફ નદી વહેવાથી ૐ આકાર બને છેઅને જ્યોતિર્લિંગ ૐ આકારનું લાગે છેતે માટે આ સ્થાનક ઓમકારેશ્વર મહાદેવ તરીકે જાણીતું થયું છે. 

પાંચમા સ્થાન પર આવેલું છેકેદારનાથ જ્યોતિર્લિંગ… ભગવાન શિવનું આ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં આવેલું છે. આ મંદિર સમુદ્ર તટથી 3200 કિમીની ઊચાઇ પર આવેલું છે. અહી દર્શન માત્રથી કૈલાશના દર્શન જેટલું ફળ મળે છે. અહી શિયાળા દરમિયાન વધારે બરફ પડવાથી મંદિરના કપાટ બંધ રહે છે. અહી ભક્તો ગરમીની સિઝનમાં અને જ્યારે કપાટ ખૂલે છેત્યારે દર્શન કરવા માટે આવતા હોય છે. 

Advertisment

છઠ્ઠા સ્થાન પર છે ભીમાશંકર જ્યોતિર્લિંગ... ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના શાહદ્રી નામના પથ્થર પર બિરાજમાન છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરની માન્યતા એ છે કેજે ભક્ત પૂરી શ્રદ્ધાથી સૂર્યોદય પછી ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરે તો તેના 7 જન્મના પાપ દૂર થઈ જાય છેત્યારે શ્રાવણ માસમાં ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે. 

સાતમા નંબર પર આવેલું છેકાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ... કાશીમાં બિરાજમાન જ્યોતિર્લિંગને સપ્તમ જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે. આ મંદિરની બહુ માન્યતા છે. આ મંદિર ઉત્તરપ્રદેશના કાશીમાં સ્થિત છે. કાશી એ ભગવાન શિવની સૌથી પ્રિય નગરી છે. જેને ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસ્થાન માનવમાં આવે છે. આ નગરીને અવિનાશી નગરી પણ કહેવામાં આવે છેત્યારે સમગ્ર દુનિયામાંથી ભક્તો કાશી દર્શન કરવા માટે અચૂક આવે છે. 

આઠમા સ્થાન પર આવેલું છેત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ... આ જ્યોતિર્લિંગ ગોદાવરી નદીના કિનારે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જીલ્લામાં આવેલું છે. ભગવાન શિવનું એક નામ ત્રંબકેશ્વર પણ છે. કહેવાય છે કેભગવાન શિવને ગૌતમ ઋષિ અને ગોદાવરી નદી આગળ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં બિરાજમાન થવું પડ્યું હતું. જેથી મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું પણ અનોખુ મહત્વ રહ્યું છે. 

નવમા સ્થાન પર આવેલું છે વૈજનાથ જ્યોતિર્લિંગ... આ મંદિર ઝારખંડ રાજ્યના દેવગઢ જીલ્લામાં આવેલું છે. આ મંદિર જે સ્થાન પર આવેલું છેતેને વૈજનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસારભગવાન વિષ્ણુ દ્વારા મહાદેવને કહેવાયુ હતું કેભગવાન ગણેશના વૈજુ રૂપ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવેત્યારથી આ સ્થળ વૈજનાથ ધામ નામથી ઓળખાય છે. જોકેપવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો દૂર દૂરથી અહી દર્શન કરવા ઉમટી પડે છે. 

દશમાં સ્થાન પર આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ... નાગેશ્વર જ્યોતિર્લિંગને દ્વાદશ જ્યોતિલિંગ પણ કહેવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના ગોમતી-દ્વારકા પાસે આવેલું જ્યોતિર્લિંગ છે. આ સ્થાનકને દારૂકાવન પણ કહેવામાં આવે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને તેની ઉત્પતિમહાત્મય કથા સાંભળે છેતે તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છેઆ સાથે જ ભક્ત સંપૂર્ણ ભૌતિક અને અધ્યામિક્ત સુખોની પ્રાપ્તિ મેળવે છે. 

અગિયારમાં સ્થાન પર આવેલું છે રામેશ્વર જ્યોતિર્લિંગ… આ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથમ જિલ્લામાં આવેલું છે. સમુદ્રના કિનારે ભગવાન રામેશ્વરનું મંદિર શોભિત છે. આ મંદિર હિન્દુઓના 4 ધામોમાંથી એક છેઆ જ્યોતિર્લિંગ મન્નાર ખાડી પાસે અને ભગવાન રામનું મંદિર પણ અહી સ્થાપિત છે. મહાશિવરાત્રીના પાવન અવસરે રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું અનોખુ મહત્વ રહ્યું છે. 

Advertisment

હવે અંતિમ અને બારમાં સ્થાન પર આવેલું છે ધૃષ્ણેશ્વર મહાદેવ... આ ભગવાન શિવનું 12મુ જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના 12 રામેશ્વર જ્યોતિર્લિંગમાં ધૃષ્ણેશ્વર જ્યોતિલિંગને પૂર્ણ લિંગ માનવમાં આવે છે. આ રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ સ્થાનક મહારાષ્ટ્રના દોલતાબાદથી લગભગ 18 કિમી દૂર ભૈરુલઠ ગામ નજીક આવેલું છે. આ સ્થાનને શિવાલય પણ કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આવેલું આ મંદિર બહુ પ્રસિદ્ધ છે.  આ મંદિરનું નિર્માણ અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતુંશહેરથી દૂર આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે. જેથી દૂર દૂરથી ભક્તો અહી દર્શન કરી ધન્ય થવા માટે આવે છે.

Advertisment
Latest Stories