Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ: કોલેજો બાદ હવે શાળાઓમાં પણ રેગિંગની ઘટના, પોલીસમાં થઇ રજૂઆત,જાણો સમગ્ર મામલો

રાજ્યમાં રેગિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોલેજો બાદ હવે શાળામાં પણ ચોંકાવનારી રેગીંગની ઘટના સામે આવી છે.

અમદાવાદ: કોલેજો બાદ હવે શાળાઓમાં પણ રેગિંગની ઘટના, પોલીસમાં થઇ રજૂઆત,જાણો સમગ્ર મામલો
X

રાજ્યમાં રેગિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોલેજો બાદ હવે શાળામાં પણ ચોંકાવનારી રેગીંગની ઘટના સામે આવી છે.અમદાવાદના વસ્ત્રાપુર ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થને તેના સિનિયર વિદ્યાર્થીઓએ જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા વાલી પોલીસને જાણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાપુર માં આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ગત 20 એપ્રિલ સ્કૂલના 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અન્ય જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરી હેરાન પરેશાન કરી રહ્યા હતા. આ દરમિયાન ધો. 9માં ભણતા એક વિદ્યાર્થીને જબરદસ્તી ધો.12ના ત્રણ વિદ્યાર્થીઓ ખેંચીને બાથરૂમમાં લઈ ગયા હતા જ્યાં અગાઉથી જ એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું .જે યુરિન ખેંચીને લાવેલા વિદ્યાર્થીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેને કોઈને આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી.

પણ વિદ્યાર્થી આ સ્કૂલમાં આપી પણ ઘરે ના આપી પણ ઘરના સભ્યોને અજુગતું લાગતા પુછપરછ કરતા ત્યારે વિદ્યાર્થી પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. વિદ્યાર્થી વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે તેણે સ્કૂલમાં ફરિયાદ કરી હતી. પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી જેથી વાલી આ અંગે સ્કૂલમાં રજુઆત કરવા ગયા હતા છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી વાલીએ 23 એપ્રિલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. ત્યારે સ્કૂલ તરફથી વાલીને લેખિતમાં માફી આપવા જણાવ્યું હતું પરંતુ વાલી જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે તે જ વિદ્યાર્થીઓએ પણ વાલી સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું.ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી કડક પગલાં ભરવા માંગણી કરી છે .

Next Story