Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

જંબુસર BAPS મંદિર ખાતે પ.પૂ. જ્ઞાનવીર સ્વામીના માર્ગદર્શન અનુસાર અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો સત્સંગ સભા યોજવામાં આવે છે

ભરૂચ: જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો
X

જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બેસતા વર્ષ નિમિત્તે સવારે પ્રભાતફેરી અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર બીએપીએસ મંદિર ખાતે પ.પૂ. જ્ઞાનવીર સ્વામીના માર્ગદર્શન અનુસાર અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો, સત્સંગ સભા યોજવામાં આવે છે. બીએપીએસ સંસ્થા દ્વારા કુલ ૧૬૨ પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પવિત્ર તહેવારની ઉજવણી અગિયારસથી લાભપાંચમ સુધી કરવામા આવતી હોય છે જેમાં ભગવાન સ્વામિનારાયણને વિવિધ પ્રકારના વાઘા પહેરાવી મંદિરને રંગોળી તથા રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.

વિક્રમ સંવત ૨૦૭૮ના નવલા નૂતન વર્ષની ઉજવણી કરવામા આવી હતી. દિવસ દરમ્યાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે પ્રભાતફેરી ઢોળાવ ફળિયાથી નીકળી શહેરના માર્ગો પર ફરી મંદિર ખાતે પહોંચી હતી. નૂતનવર્ષની ઉજવણીમાં હરિભક્તોએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. બપોરે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજય સોલંકી, નગર અગ્રણી ભાવેશભાઇ રામી સહિત મહાનુભાવોના હસ્તે ગોવર્ધન પૂજા જ્ઞાનવીર સ્વામી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવી હતી અને મહાઆરતી કરી અન્નકુટ દર્શન ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે બ્રહ્મનીલઈ સ્વામી, યજ્ઞ જીવન સ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં. દર્શન પૂજનનો નગરના અગ્રણીઓ સહિત સત્સંગી ભાઇ-બહેનોએ લાભ લીધો હતો

Next Story
Share it