ભાવનગર રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની જળાભિષેક વિધિ સંપન્ન

ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે

New Update
ભાવનગરમાં નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જળાભિષેકની વિધિ સંપન્ન કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે જેમાં આજે શહેરના ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. 
આજના દિને ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજી, બલરામ અને બહેન સુભદ્રાજીની કેસર-ચંદન, પંચામૃત તેમજ ૭ નદીઓના નીર વડે જલાભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાનેશ્વર મંદિર ખાતે ચાંદીના ચારણામાં  પંચામૃત અને નદીઓના જળથી યજમાન અને  ટ્રસ્ટીમંડળના વિવિધ સભ્યોના હસ્તે જલાભિષેક કરવામાં આવ્યો હતો. ભૂદેવો દ્વારા પૂજન અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી 
#ભાવનગર #જળાભિષેક #ભાવનગર રથયાત્રા
Here are a few more articles:
Read the Next Article