Connect Gujarat
ધર્મ દર્શન 

જન્માષ્ટમી પર વર્ષો બાદ બની રહ્યો છે મહાપુણ્યદાયી યોગ, આ મંત્રનો જાપ કરો

જન્માષ્ટમી પર વર્ષો બાદ બની રહ્યો છે મહાપુણ્યદાયી યોગ, આ મંત્રનો જાપ કરો
X

ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ભગવાન રામનો જન્મ લગભગ 10 હજાર વર્ષ પહેલા થયો હતો અને ભગવાન કૃષ્ણનો જન્મ 5 હજાર વર્ષ પહેલાા થયો હતો. રામ અને કૃષ્ણ બંનેનો જન્મ અભિજીત મૂર્હુતમાં જ થયો હતો. આ એક એવું મૂર્હુત છે જેમાં જન્મેલ બાળક દરેક કામમાં જીત મેળવે છે.

શ્રીમદભગવત ગીતા અનુસાર શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ બુધવારે રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિમાં ચંદ્રમા-કાલીન સમયમાં મધ્યરાત્રીએ થયો હતો. 30 ઓગસ્ટે આવી રહેલી જન્માષ્ટમી પર 8 વર્ષ બાદ આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. 30 ઓગસ્ટે પૂજા માટે શુભ મૂર્હુત રાત્રે 11.59 વાગ્યાથી 12.44 સુધી છે. આ મૂર્હુત 45 મિનીટ સુધી રહેશે. ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે.

સંતાનપ્રાપ્તિ માટે મંત્ર (આ મંત્રનો જાપ પતિ અને પત્ની બંનેએ કરવો જોઇએ.)

देवकी सुत गोविंद वासुदेव जगत्पते! देहिमे तनयं कृष्ण त्वामहं शरणं गतः!!

क्लीं ग्लौं श्यामल अंगाय नमः !!

વિવાહ ન થઇ રહ્યાં હોય તો આ મંત્રનો જાપ કરો

ओम् क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्ल्भाय स्वाहा.

Next Story