Connect Gujarat
ધર્મ દર્શન 

ખેડા : રણછોડરાય ધામ-ડાકોર મુકામે શિવ પરિવાર સેવા સમિતિ દ્વારા સત્યનારાયણ કથા યોજાય.

પ્રગટેશ્વરધામ આછવણીના શિવ પરિવાર સેવા સમિતિ દ્વારા પવિત્ર ગુરુપુશ્ચામૃત યોગ કારતક વદ છઠને ગુરુવારે પવિત્ર યાત્રાધામ રણછોડરાય મંદિર ડાકોર ધામમાં શ્રી ૧૦૮ સત્યનારાયણ કથાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

ખેડા : રણછોડરાય ધામ-ડાકોર મુકામે શિવ પરિવાર સેવા સમિતિ દ્વારા સત્યનારાયણ કથા યોજાય.
X

પ્રગટેશ્વરધામ આછવણીના શિવ પરિવાર સેવા સમિતિ દ્વારા પવિત્ર ગુરુપુશ્ચામૃત યોગ કારતક વદ છઠને ગુરુવારે પવિત્ર યાત્રાધામ રણછોડરાય મંદિર ડાકોર ધામમાં શ્રી ૧૦૮ સત્યનારાયણ કથાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર સત્યનારાયણ કથાનું દીપપ્રાગટ્ય ડાકોર મંદિરના ભંડારી સ્વામીના વરદ હસ્તે કરાયું હતું.

પવિત્ર ડાકોર તીર્થધામમાં સામેલ શિવભક્તોના જીવનમાં અનેકગણું પુણ્ય પ્રાપ્ત કરે એવા શુભ હેતુથી પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પરભુદાદા તથા પૂજ્ય રમાબાના સાંનિધ્યમાં ભગવાન સત્યનારાયણની સામુહિક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં પ્રગટેશ્વરધામના આચાર્ય અનિલ જોષી, કશ્યપ જાની સહિત અન્ય ભૂદેવોએ સત્યનારાયણ કથાનું પઠન કર્યું હતું. સમગ્ર શિવ પરિવારે પવિત્ર ડાકોર ખાતે મા ગોમતીના ઓવારે પવિત્ર સ્નાન કરી રણછોડરાય ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ૧૦૮ યુગલોએ સત્યનારાયણ કથાનો લાભ લઇ પ્રસન્નતા અનુભવી હતી.

આ પાવન પ્રસંગે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, મા-બાપ અને રણછોડરાય ભગવાનના પુણ્યપ્રતાપે આપના ભાગ્યમાં લખાયું હશે તો જ અહીં સત્યનારાયણ કથા થઇ રહી છે, તેમાં તમે સહભાગી બની શકયા છો. ડાકોર એ પૃથ્વીલોક ઉપર એક ઉચ્ચ કોટિની જગ્યા છે. અહીં સંતો મહંતોએ ભગવાને ઊર્જા પ્રાપ્ત કરી છે. અહીં ભગવાને ઊર્જા આપેલી છે. જેમાં પાપો બળીને ભસ્મ થઇ જાય છે.

Next Story