Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગરનું નાનકડુ ગામ,ખોડિયાર જયંતી નિમિત્તે જાણો પ્રાગટ્યની કથા વિષે..

ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે. અને આ ગામ જ આઈશ્રી ખોડિયારનું પ્રગટધામ મનાય છે.

ભાવનગરનું નાનકડુ ગામ,ખોડિયાર જયંતી નિમિત્તે જાણો પ્રાગટ્યની કથા વિષે..
X

ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે. અને આ ગામ જ આઈશ્રી ખોડિયારનું પ્રગટધામ મનાય છે. કહે છે કે લગભગ 1200 વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર મા ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું. અહીં મા ખોડિયારનું સુંદર મંદિર શોભાયમાન છે. જે આઈશ્રી આવડ ખોડલધામના નામે પ્રસિદ્ધ છે.

અહીં મા ખોડલ તેમની છ બહેન અને એક ભાઈ સાથે બિરાજમાન થયા છે. અને કહે છે કે આ ધરતી પર એકસાથે જ આ આઠેયનું પ્રાગટ્ય થયું હતું. પ્રચલિત કથા અનુસાર લગભગ બારસો વર્ષ પૂર્વે રોહિશાળામાં મામડિયા નામે એક ચારણ રહેતા. તેમના પત્નીનું નામ દેવળબા હતું. પરગજુ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી. એમાંય એક એવી ઘટના બની કે જેને લીધે મામડિયા ચારણને હાડોહાડ લાગી આવ્યું. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ કરતા. રાજા શિલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી. બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ગોઠતું જ નહીં. પણ, કેટલાંક ઈર્ષાળુઓએ રાજાની કાનભંભેરણી કરી કે મામડિયો નિ:સંતાન હોઈ તેનું મુખ જોવું ઠીક નથી.

પ્રચલિત કથા અનુસાર માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી. તેમણે પાતાળલોકમાંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે, "તમારી સાતેય દિકરીઓ અને દિકરાને તમારે મામડિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે." નાગ દેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો. આ સાથે જ મહાદેવે મામડિયાને કહ્યું કે, "મહા સુદ આઠમના રોજ તારા ઘર સમીપે આવેલાં વરખડીના વૃક્ષ નીચે આઠ ખાલી પારણા રાખજે. સાત નાગકન્યાઓ અને એક નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે. તે સૌનું કલ્યાણ કરશે."

Next Story