• દેશ
વધુ

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે કમાલને ફિલ્મના પડદે બતાવશે

    Must Read

    એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

    સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે....

    અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

    સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા...

    નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

    આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે...

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આજે કોઈ પરિચયની જરૂર નથી. એમ.એસ. ધોનીએ તેની ક્રિકેટ કારકીર્દિમાં ઘણા ઇતિહાસ બનાવ્યા છે અને તે અત્યાર સુધીની સૌથી સફળ કેપ્ટન તરીકે જાણીતા છે. મહેન્દ્રસિંહ ધોનીએ ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે. જ્યારે હવે તેના ચાહકો તે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે કે તે હવે આગળ શું કરવાનું વિચારે છે. મહેન્દ્ર સિંહ ધોની હવે કમાલને ફિલ્મના પડદે બતાવશે આ વાત તેની પત્ની સાક્ષી ધોનીએ જાહેર કરી છે.

    ધોનીએ ગયા વર્ષે ‘ધોની એન્ટરટેઈનમેન્ટ’ નામની એક પ્રોડક્શન કંપનીની રચના કરી હતી. જ્યારે હવે તે આ અંગે આગળ કામ કરવા જઇ રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેના પતિના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. સાક્ષીએ પ્રોડક્શન હાઉસ વિશે વધુ માહિતી આપી છે. સાક્ષીએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ‘મેં તેમના અપ્રકાશિત પુસ્તકના હક એક યુવાન લેખક પાસેથી મેળવ્યા છે. અમે આ પુસ્તક વિશે એક વેબ શ્રેણી બનાવીશું.

    સાક્ષીએ આગળ કહ્યું, ‘આ એક પૌરાણિક વિજ્ન કથા હશે. આ વેબ સિરીઝમાં અઘોરની યાત્રા બતાવવામાં આવશે. આ શ્રેણી દ્વારા સમાજમાં ચાલતી અનેક દંતકથાઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે. સાક્ષી ધોનીએ તેના ઓફસિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “અમને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.”

    અગાઉ ધોનીની પોતાની કંપની ‘ધોની એન્ટરટેઈનમેન્ટ’ એ ‘રોરફ ધ લાયન’ નામની ડોક્યુમેન્ટરી તૈયાર કરી હતી. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સંઘર્ષ દર્શાવ્યો હતો. ધોની પહેલા પણ ઘણા ભારતીય ખેલાડીઓ ફિલ્મોમાં હાથ અજમાવી ચૂક્યા છે. આ યાદીમાં વિનોદ કાંબલી, અજય જાડેજા જેવા ઘણા મોટા નામ શામેલ છે. જો કે, તેમાંથી કોઈ પણ સફળ થયું નહીં.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

    સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે....
    video

    અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

    સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા પોલીસને નકારાત્મક દ્રષ્ટિ એ જ...
    video

    નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

    આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે....

    ભરૂચ : કીમથી ગુમ થયેલી બાળકીનું પોલીસે કરાવ્યું પરિવારજનો સાથે મિલન

    ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયું છે કીમના તવક્કલ નગરમાં રહેતી સગીરાનો તેની બહેન...
    video

    જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની “બમ્પર” આવક, પણ ખેડૂતોને મળી રહ્યો છે ઓછો ભાવ

    જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 8 દિવસથી કપાસની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડના તમામ શેડ ભરાઈ જતાં યાર્ડનો પ્રવેશદ્વાર બંધ કરવાની ફરજ પડી હતી. જોકે પ્રવેશ...

    More Articles Like This

    - Advertisement -